ગુજરાત

સુરેન્દ્રનગરમાં ઝીંઝુવાડા રણમાં પુરપાટ ઝડપે દોડી રહેલી તુફાનના ચાલકે ૪ને અડફેટે લીધા, ૧ બાળકનું મોત

પાટડી તાલુકાના ઝીંઝુવાડા રણમાં માતેલા સાંઢની માફક પુરઝડપે આવી રહેલી તુફાન ગાડીએ એક પરિવારના ચિરાગને છીનવી લીધો હતો. રણમાં થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં આઠ વર્ષના બાળકનું કરુણ મોત નિપજ્યું હતુ. ઝીંઝુવાડા રણમાં થયેલા અકસ્માતની ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

Related Posts