ગુજરાત

સુરેન્દ્રનગરમાં ટ્રાફિકનો દંડ ન ભરનારા સામે ૧૧ ફેબ્રુઆરીએ લોક અદાલતમાં કાર્યવાહી કરાશે

સુરેન્દ્રનગર, વઢવાણ તથા જાેરાવનગર શહેરી વિસ્તારમા પોલીસની નેત્રમ ટીમ દ્વારા સીસીટીવી મોનીટરીંગ કરી જે લોકો ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે. તેવા લોકોને ઇ મેમા ઇશ્યુ કરવામાં આવી રહ્યા છે.પરંતુ ઘણા લોકો આ મેમો આવ્યા બાદ દંડ ભરતા નથી, આવા લોકો વિરૂધ્ધ હવે કાયદેસરના પગલા લેવાનું આયોજન કરાયુ છે. આથી તા.૧૧-૨-૨૩ના રોજ પ્રિલીટીગેશન લોક અદાલતનું આયોજન કરાયુ છે.

જેમાં જીલ્લામાં નેત્રમ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા ઇમેમા પૈકી જે વાહન ચાલકોના ઇ મેમા દંડ આજ સુધી નથી ભર્યા તેવા વાહનચાલકો સામે સુરેન્દ્રનગર તાલુકા કાનુની સેવા સમિતિ અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ દ્વારા કુલ ૫૮૯૨ કોર્ટ નોટીસ મોકલવામાં આવી છે. આથી જે વાહન ચાલકોને દંડ ભરવાનો બાકી હોય તેમને તા.૧૦-૨-૨૩ સુધીમાં નેત્રમ પોલીસ અધિક્ષક કચેરી જવાહર ગ્રાઉન્ડ સામે, લીંબડી પોલીસ સ્ટેશન, ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે ભરી શકાશે.આ ઉપરાંત ઓનલાઇન ભરી શકાશે.

Follow Me:

Related Posts