fbpx
સૌરાષ્ટ - કચ્છ

સુરેન્દ્રનગરમાં પૈસાની લેતીદેતી મામલે ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા કરાઈ

સુરેન્દ્રનગર શહેરની દૂધની ડેરી નજીક કમલેશ ઉર્ફે ચકાભાઈ પનારાને છરીના ઘા ઝીંકી અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. આ બનાવમાં વિપુલભાઈ, વિનોદભાઈ, સહિત અન્ય ૨ લોકોને ઇજાઓ પહોંચી છે. ત્યારે હાલમાં આ મામલે પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે. સામાન્ય બાબતે બોલાચાલી બાદ સામ સામે હુમલો કરવામાં આવતા પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

વઢવાણ દૂધની ડેરી પાછળ મફતીયાપરામાં રહેતા ભાવીન સોમાભાઈ, રવિ ઉર્ફે ટકો, રાહુલ ઉર્ફે ભાણો, દશરથભાઈ સોમાભાઈ, મરઘાબેન સોમાભાઈ, પ્રવીણભાઈ સોમાભાઈની પત્ની સામે ગુનો નોંધાયો હતો. ‘હું અને ભાવીન એક જ વિસ્તારમાં રહેતા હોઈ મિત્રો હતા અને અમારી વચ્ચે અવારનવાર પૈસાની લેતીદેતી થતી હતી. મારે જરૂર હોય ત્યારે તે મને પૈસા આપતો અને એને જરૂર હોય અને મારી પાસે હોય તો હું તેને આપતો હતો. દિવાળીએ મેં તેને રૂ. ૫ હજાર આપ્યા હતા. બાદમાં લેતીદેતી થઈ ન હતી. આથી મેં તેને હિસાબ કરવાનું કહ્યું હતું, પરંતુ તે હિસાબ કરતો ન હતો. આથી અમે ૬ મહિનાથી બોલતા નહોતા.’ મૃતક કમલેશભાઈને ૩ પુત્રી અને ૧ પુત્ર છે. રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવનારા કમલેશભાઈની હત્યા થતાં ૩૮ વર્ષીય પત્ની સોનલબહેન, ૮ ધોરણ સુધી ભણેલી ૧૮ વર્ષની દીકરી સપના, ધો. ૧૨માં ભણતી ૧૫ વર્ષની બંસી, ધો. ૮માં ભણતી ૧૩ વર્ષની ખુશી અને ધો. ૪માં ભણતા ૯ વર્ષના પુત્ર દેવે છત્રછાયા ગુમાવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી, લૂંટ અને મારામારીના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દૂધની ડેરી નજીક વધુ એક યુવકને તીક્ષ્ણ હથિયારથી અને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. જે ઘટનાને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ બાબતની જાણકારી થતાં હાલમાં સ્થાનિક પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાંચ તથા એસ.ઓ.જી. પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે. પ્રાથમિક તપાસમાં મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પાસે આવેલી દૂધની ડેરી નજીક સામાન્ય પૈસાની લેતીદેતી મામલે પાંચ લોકો પર અચાનક સામે પક્ષે હુમલો કર્યો હતો. જેને લઇને પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા શહેરની મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાં ૩૮ વર્ષના યુવકને પડખામાં તથા છાતીનાં ભાગે છરીના ઘા વાગી જતાં ઘટનાસ્થળે જ તેનું મોત થયું છે. જેને લઈને પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

Follow Me:

Related Posts