સુરેન્દ્રનગરમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “કોંગ્રેસ વાળાનો અહંકાર તો જુઓ, કહે છે મોદીને ઔકાત બતાવી દઇએ”
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે પ્રવાસના ત્રીજા દિવસે તેઓ સુરેન્દ્રનગર પહોંચ્યા છે. તેઓ દુધરેજ રોડ પર જંગી જાહેર સભા સંબોધી રહ્યા છે. અહીં પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યુ કે, લોકોએ જેમને સત્તામાંથી હટાવ્યા તે પદયાત્રા કરે છે. જેમણે ગુજરાતને તરસ્યુ રાખ્યું તે લોકો ખભે હાથ મૂકીને યાત્રા કરે છે. અમે ખાલી સપના જાેતા નથી, સંકલ્પ કરીએ છે. પીએમ મોદીએ કહ્યુ કે, કોંગ્રેસ વાળાનો અહંકાર તો જુઓ. કોંગ્રેસ કહે છે મોદીને ઔકાત બતાવી દઇએ. મારી કોઇ ઔકાત નથી. તમે મને નીચ કીધો, ગંદી નાળીનો કીડો કીધો, મોતનો સોદાગર કીધો. હું તો સામાન્ય પરિવારથી છુ. મારી કોઇ ઔકાત નથી. આ વખતે કમળ સિવાય કંઇ નહીં. રોળા નાખવાવાળાને ન લાવતા.
હજુ મારે ઘણુ બધુ કરવું છે. વાર તહેવારે થતા અપમાન હું ગળી જાઉં છું કારણ કે, મારે આ દેશના ૧૩૦ કરોડ લોકોનું ભલું કરવું છે, મારે આ ભારતને વિકસિત ભારત બનાવવું છે. તમારું સુરેન્દ્ર અને હું નરેન્દ્ર અને આ ભૂપેન્દ્ર આ ત્રિવેણી સંગમ છે આપણો. પીએમ મોદીએ કહ્યુ કે, ૨૪ કલાક વિજળી વાત કરી ત્યારે સવાલ થયા હતા. વિધાનસભામાં કોંગ્રેસના નેતાઓએ કહ્યુ હતુ કે શક્ય નથી. મેં કહ્યુ હતુ કે અધરા કામ કરવા માટે જ મને બેસાડ્યો છે. અઘરા કામ કરું પણ છું અને કામ કરીને બતાવું પણ છું. કેનાલો થકી સુરેન્દ્રનગરને પાણીદાર બનાવ્યું છે.
નર્મદા યોજનાનો સૌથી મોટો લાભ કોઈ જિલ્લાને મળશે એવું મેં કહ્યું હતું, એ સુરેન્દ્રનગર જિલ્લાને મળશે અને આજે એ લાભ તમને પહોંચી ગયો છે. આ જનમેદની બતાવે છે કે ભાજપની જીત નક્કી છે. ભાજપની વિજયયાત્રાને કોઈ રોકી શકે નહીં. કોંગ્રેસના રાજમાં અગરિયાઓની ચિંતા નહોતી. તેમને પહેરવા માટે બુટ પણ નહોતા મળતા. અમારા આવ્યા પછી સ્થિતિ બદલાઇ. શિક્ષણની વ્યવસ્થામાં વધારો કર્યો. હવે ગુજરાતમાં જ એડમિશન મળી જાય છે. ગુજરાતમાં ૪ હજાર જેટલી કોલેજાે બનાવી. ૨૦ વર્ષ પહેલા ક્લાસરૂમ નહોતા આજે સ્માર્ટ ક્લાસરૂમ છે. ગુજરાતમાં સ્પેશિયલ યુનિવર્સિટીઓ બનાવી છે.
Recent Comments