રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતની સંખ્યમાં વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વધુ એક યુવતીએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માતમાં ૧૭ વર્ષની યુવતીએ જીવ ગુમાવતા પરિવાર શોક મગ્ન થઈ ગયો છે.
સુરેન્દ્રનગર ઓવર બ્રિજ પર સાઈકલ લઈ ટ્યૂશનની ઘરે પરત ફરી રહેલી યુવતીને ડમ્પર ચાલકે અડફેટે લેતા યુવતી ડમ્પર નીચે કચડાતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો અકસ્માતની ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ જાેવા મળ્યો હતો. અકસ્માત બાદ ઓવર બ્રીજ પર રસ્તાની બંને બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જાેકે સમગ્ર ઘટના મામલે પોલીસને જાણ કરતા પોલીસ ઘટની સ્થળે આવી પહોંચી હતી અને આગાળની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે સમગ્ર ઘટનની પરિવારજનોને જાણ કરવામાં આવતા પરિવાર પર જાણ આભ ફાટ્યું હોય તેમ હૈયાફાટ રૂદન કરતા આસપાસ રહેલા સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. મહત્વનું છે કે પ્રત્યકદર્શીએ માહિતી આપતા જણાવ્યું હતું કે યુવતી જ્યારે સાયકલ લઈને જઈ રહી હતી ત્યારે અન્ય વાહનચાલકે ટક્કર મારતા યુવતી ડમ્પર ચાલકની અડફેટે આવી ગઈ જેમાં બાદ યુવતીનું કચડાતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.



















Recent Comments