સુરેન્દ્રનગરમાં રક્ષાબંધનના દિવસે જ બહેનોએ બે સગા ભાઈ ગુમાવ્યાપશુ ચરાવવા ગયેલા બે ભાઈઓના ખેત તલાવડીમાં ડૂબી જવાથી મોત
રક્ષાબંધનના દિવસે જ બહેનોએ બે સગા ભાઈ ગુમાવ્યા છે. કાળજુ કંપાવી દે તેવી આ ઘટના સુરેન્દ્રનગરના ઢાંકી ગામ પાસે બની છે. જ્યાં પશુ ચરાવવા ગયેલા બે ભાઈઓના ખેત તલાવડીમાં ડૂબી જવાથી મોત થયા છે. ચાર બહેનોએ બે ભાઈઓ ગુમાવતાં પરિવારમાં ભારે આક્રંદ છે. ઘટનાની જાણ થતાં જ બહેનોના માથે જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે આજના રક્ષાબંધનના પવિત્ર તહેવારે બહેન ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે. અને આજના દિવસે જ ભાઈઓનાં મોત થતાં આખો પરિવાર ભાંગી પડ્યો છે. બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. તો બીજી તરફ ઘટનાને લઈ પોલીસે પણ તપાસ હાથ ધરી છે.
Recent Comments