સુરેન્દ્રનગર-વઢવાણ શહેરના જાેડતા અને ભોગાવા નદી પરથી પસાર થતા અંદાજે ૫થી વધુ પુલો આવેલા છે. જેમાં વઢવાણ શહેરમાં ૨૪૧ મીટર લાંબો અને ૧૦ મીટર પહોળો દુધની ડેરીવાળો પુલ દિવસે દિવસે નીચેથી જર્જરીત બનતા લોકોમાં અકસ્માતનો ભય ફેલાયો હતો. પુલની નીચે તેના પિલ્લરો સહિતની જગ્યાઓ ઉપર સળીયાઓ બહાર આવી ગયા હતા. ત્યારે આ પુલ પર મોરબી જેવી કોઇ દૂર્ઘટના થાય તે પહેલા કામગીરીની લોક માંગ ઉઠી હતી. કારણ કે, હાલ દિવસ-રાત ભારે વાહનોની અવરજપરથી પુલ વાઇબ્રેટ મારી રહ્યો છે.
આ પુલ અંગે શહેરના સુનીલભાઇ રાઠોડે મોરબી જેવો બનાવ ન બને તે માટે વહેલી તકે આ ડેરીવાળા પુલને રીપેર કરવાની સતત જરૂર છે, તેવુ પીએમઓ,સીએમઓ સહિતનાઓને ટ્વીટ કરીને જણાવ્યુ હતુ. પરિણામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલની વિઝીટ લઇને નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ આ પુલના રિપેરીંગની છેલ્લા એક સપ્તાહથી કામગીરી શરૂ કરાઇ છે. પુલની કામગીરી શરૂ થતા પસાર થતા રાહદારીઓ તેમજ વાહનચાલકોમાં રાહતની લાગણી ફેલાઇ હતી. બીજી તરફ આ પુલનુ રિપેરીંગ કામ પણ અંદાજે ૧ મહિના સુધી ચાલે તેવી વિગતો પણ બહાર આવી હતી.


















Recent Comments