fbpx
સૌરાષ્ટ - કચ્છ

સુરેન્દ્રનગરમાં હાઈવે પર ચાલતા વાહનોને લાઈટ ચાલુ કરવાની ફરજ પડી

સુરેન્દ્રનગરમાં શુક્રવારના રોજ લઘુત્તમ તાપમાન ૨૧.૧ અને ગુરૂત્તમ તાપમાન ૩૩.૫ નોંધાયું હતું. આમ દિવસ ભર દરમિયાન તાપમાનમાં ૧૨.૪ ડિગ્રી જેટલો વધારો-ઘટાડો જાેવા મળી રહ્યો છે. ધુમ્મસના પગલે સુરેન્દ્રનગરના હાઇવે પર વાહનોને દિવસે પણ ગાડીની હેડલાઇટ ચાલુ કરીને નીકળવાની ફરજ પડી હતી. સુરેન્દ્રનગરમાંથી પસાર થતા હાઇવે પર વહેલી સવારમાં ધુમ્મસભર્યુ વાતાવરણ રહેતા હિલ સ્ટેશન જેવા નયનરમ્ય દ્રશ્યો જાેવા મળ્યાં હતા.

સુરેન્દ્રનગરના હાઇવે પર ધોળા દિવસે અકસ્માત ન સર્જાય એ માટે વાહનચાલકોને હેડલાઇટ ઓન કરીને પસાર થવાની નોબત આવી હતી.સુરેન્દ્રનગરમાંથી પસાર થતા હાઇવે પર આજે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયાં હતાં. જેમાં રસ્તાઓ પણ ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે ભીના થઈ ગયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ૧૦ દિવસના તાપમાનને ધ્યાને લઇ જાેવામાં આવે તો ૪.૧ ડિગ્રી લધુત્તમ તાપમાનમાં અને ૪.૮ ડિગ્રી જેટલો ગુરૂતમ તાપમાનનો પારો વધવા પામ્યો છે.

Follow Me:

Related Posts