fbpx
સૌરાષ્ટ - કચ્છ

સુરેન્દ્રનગરમાં ૨૦ વર્ષના યુવાને ટ્રેન નીચે પડતું મુકી કર્યો આપઘાત

સુરેન્દ્રનગર જિલ્લાના થાન શહેરમાં એક ગોજારી ઘટના સામે આવી છે. અહીં ટ્રેન નીચે પડતું મૂકી એક યુવાને જીવ આપી દીધો છે. મૃતક યુવાનનું નામ અંકિત મનસુખભાઈ સોલંકી છે. અંકિતની ઉંમર ૨૦ વર્ષની હતી. કોઇ અગમ્ય કારણોસર યુવાને મુંબઈથી હાપા ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટુંકાવતા ખળભળાટ મચી છે. પોતાનું બાઈક ટ્રેક પાસે મૂકીને રેલ્વે નીચે પડતું મૂકી યુવાને મોતને વ્હાલુ કર્યું. તો બીજી તરફ યુવકના પરિવાર અંગે સામે આવેલી વિગતો અનુસાર મૃતક અંકિતના માતા પિતા ન હોવાથી પોતાના દાદી સાથે થાનના મોટા તળાવ વિસ્તારમાં રહેતો હતો. પોલીસ દ્વારા લાશને પી.એમ. માટે સરકારી હોસ્પિટલ મોકલીને યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે.

Follow Me:

Related Posts