સુરેન્દ્રનગર એલસીબીએ કચોલીયા ગામેથી ૭૧૮૬ વિદેશી દારૂની બોટલો ઝડપી
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.ડી.ચૌધરી સહિતના પોલિસ સ્ટાફને અગાઉથી મળેલી બાતમીના આધારે પાટડી તાલુકાના કચોલીયા ગામની સીમમાં વિદેશી દારૂના કટીંગ પર એલસીબી પોલિસ ટીમ ત્રાટકી હતી. જેમાં ચોખાના કટ્ટાની આડમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ દરોડોમાં ૭૧૮૬ વિદેશી દારૂની બોટલો, ૫૬૪ બીયરના ટીન, ટ્રક, પીકઅપ ગાડી, ચોખા ભરેલા ૬૫૦ કોથળા સહીત કુલ રૂપિયા ૪૯,૯૪,૦૨૦નો મુદામાલ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.
જ્યારે આ દરોડામાં ટ્રકનો ક્લીનર ઝડપાયો હતો. જ્યારે દારૂ મંગાવનારા બુટલેગરો સહીત ત્રણ શખ્સો ફરાર થઇ ગયા હતા. પોલિસ તપાસમાં આ વિદેશી દારૂનો જથ્થો પાટડીના પીપળી ગામના કુખ્યાત બુટલેગર વસંત કાનજીભાઇ વાણીયાએ મંગાવ્યો હોવાની વિગતો બહાર આવી હતી. જ્યારે વિદેશી દારૂનો જથ્થો હરીયાણાથી મંગાવી કટીંગ કરી નાના વાહનો મારફત અન્ય જગ્યાએ મોકલવામાં આવતો હતો પોલીસે ફરાર બુટલેગર તેમજ બન્ને વાહન ચાલકોને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બજાણા પોલિસ મથકે ફરીયાદ નોંધાવતા આ કેસની વધુ તપાસ બજાણા પોલિસ મથકના પીએસઆઇ એન.એ.ડાભી ચલાવી રહ્યાં છે.
પાટડી તાલુકાના કચોલીયા ગામની સીમમાં વિદેશી દારૂના કટીંગ પર એલસીબી પોલિસ ટીમ ત્રાટકી હતી. જેમાં કાચોલીયા ગામની સીમમાં ૭૧૮૬ વિદેશી દારૂની બોટલો, ૫૬૪ બીયરના ટીન, ટ્રક, પીકઅપ ગાડી, ચોખા ભરેલા ૬૫૦ કોથળા સહીત કુલ રૂપિયા ૪૯,૯૪,૦૨૦નો મુદામાલ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. આ ચકચારી કેસમાં ચોખાના કટ્ટાની આડમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો હતો.
Recent Comments