સુરેન્દ્રનગરમાં રહેતા વેપારીએ દમણના ઉદ્યોગપતિને પ્લાસ્ટીક પ્રિન્ટ બનાવવાનો ઓર્ડર આપી રૂ. ૪.૯૬ લાખ આપ્યા હતા. પરંતુ ઉદ્યોગપતિએ કામ ન કરતા રકમ પાછી મેળવવા માટે વેપારીએ કહેતા રૂ. ૪.૯૬ લાખનો ચેક અપાયો હતો. આ ચેક રીટર્ન થતા સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. જે કેસ ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી ૧ વર્ષની સજા અને રૂ. ૪.૯૬ લાખ વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો છે. શહેરની નવરંગ સોસાયટી નં. ૪માં રહેતા ચેતન રમેશભાઈ બેંકમાં પટેલ વેપારી છે. તેઓએ દમણની કુબેર પોલીપ્લાસ્ટમાં કામ આપ્યું હતું.
તેના પ્રોપરાઈટર રમેશ વી. નંદાણીયાને આ કામ માટે વર્ષ ૨૦૧૬માં રૂ.૪.૯૬ લાખ રોકડા આપ્યા હતા. પરંતુ રમેશભાઈએ કામ ન કરી આપતા ચેતનભાઈએ આપેલી રકમ પરત માંગી હતી. જેમાં રમેશ નંદાણીયાએ તા. ૧૮-૧૦-૨૦૧૬ના રૂ.૪.૯૬ લાખનો ચેક આપ્યો હતો. આ ચેક ચેતનભાઈએ ભરતા ઈનસફીશીયન્ટના શેરા સાથે પરત ફર્યો હતો. આથી ચેતનભાઈએ તા.૨-૧૨-૨૦૧૬ના રોજ સુરેન્દ્રનગરની કોર્ટમાં કેસ કર્યો હતો.
આ કેસ તાજેતરમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદીના વકીલ એ.એસ.અઢીયા, પ્રશાંત મૌખીક પુરાવો અને ૭ દસ્તાવેજી રોજ પુરાવાને ધ્યાને લઈ કોર્ટે આરોપી રમેશ નંદાણીયાને તકસીરવાન ઠેરવ્યો હતો. જેમાં સુરેન્દ્રનગરની ફંડસ સેક્ન્ડ એડીશનલ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કોર્ટના જજ બી.આર.કારીયાએ કુબેર પોલીપ્લાસ્ટના પ્રોપરાઈટર રમેશ નંદાણીયાને ૧ વર્ષની સાદી કેદની સજા અને ચેકનું વળતર રૂપીયા ૪.૯૬ લાખ ૩૦ દિવસમાં ફરીયાદીને ચુકવવા હુકમ કર્યો છે. જાે આરોપી આ રકમ ફરિયાદીને ચુકવવામાં કસુર કરે તો વધુ ૩ માસની સજા પણ ચૂકાદામાં જણાવાઈ છે.
Recent Comments