સૌરાષ્ટ - કચ્છ

સુરેન્દ્રનગર જિલ્લામાં ૫૦ ટકા કેસ વઢવાણના આવતા ચિંતા વધી

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના ૧૪૩ કેસ નોંઘાયા હતા. શહેરી વિસ્તારોમાં ૧૧૬ અને ગ્રામ્ય વિસ્તારોમાં ૩૦ જણા સંક્રમિત થયા છે. મંગળવારે નોંધાયેલા ૭૮ કેસ સામે ૨૪ કલાકમાં જ ૮૨ ટકાનો ચિંતાજનક વધારો નોંધાયો છે. ત્રીજી લહેરમાં પહેલી વાર સંક્રમિતોનો આંકડો દોઢસોની નજીક પહોંચ્યો છે જ્યારે ૯ મહિના બાદ ફરીથી કેસ ૧૦૦ ઉપર પહોંચ્યા છે. છેલ્લે ૩૦ એપ્રિલે ૧૬૭ કેસ નોંધાયા હતા. મહત્ત્વનું છે કે બુધવારે પણ વઢવાણમાં સૌથી વધુ ૭૦ કેસ છે, આ આંકડો મંગળવાર કરતાં બેવડી સંખ્યામાં આવ્યો છે.

મંગળવારે વઢવાણમાં ૩૫ કેસ હતા. સૌથી ઓછા મૂળીમાં ૨ કેસ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કેસનો આંક ૬૩૫ પર પહોંચ્યો હતો, જેમાં ૧૩૦ લોકો સાજા થતાં એક્ટિવ કેસ ૫૦૫ છે. છેલ્લા ૧૨ જાન્યુઆરીએ મૂળીના ખંપાળિયા ગામે ૯ વર્ષના બાળકનો પોઝિટિવ રિપોર્ટ આવ્યાના ૧૨ કલાકમાં મોત થયું હતું. બુધવારે ૬૪ કેન્દ્ર પર ૧૦૨૭૫ લોકોએ રસી મૂકાવી હતી. આથી જિલ્લામાં ૧૩,૧૧,૭૦૪ પ્રથમ અને ૧૨,૭૧,૭૦૪ બીજા ડોઝ સાથે કુલ ૨૫,૯૩,૭૬૯ લોકોનું રસીકરણ થયું હતું. લીંબડી મંદિરપરા વિસ્તારમાં રહેતા શામજીભાઈ શિવાભાઈ ડાભીની તબિયત લથડતા તા.૧૭ જાન્યુઆરીએ સાંજે સારવાર અર્થે લીંબડી સિવિલમાં ખસેડાયા હતા.

જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પ્રાથમિક સારવાર આપી તેમને હોમ આઈસોલેશનમાં રખાયા હતા. મંગળવારે શામજીભાઈને તપાસવા ગયેલી આરોગ્ય ટીમને તેમની તબિયતમાં સુધારો નહીં દેખાતાં હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી. પરંતુ તેમણે હોસ્પિટલમાં દાખલ થવાની સલાહને અવગણી હતી. ૧૯ જાન્યુઆરીની વહેલી સવારે શામજીભાઈને શ્વાસ લેવામાં તકલીફ પડતાં લીંબડી સિવિલમાં ખસેડાયા હતા. જયાં તેમનું મોત થયું હતું.

Related Posts