સૌરાષ્ટ - કચ્છ

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત દ્વારા 04 પી.આઈ. ની આંતરિક બદલી કરવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને રાખી અને જિલ્લાના ચાર પી.આઇઓ.ની આંતરિક બદલી કરી નાખવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકના પીઆઈ વાઘેલાને સી.પી.આઈ ધ્રાંગધ્રા મુકી દેવામાં આવ્યા છે. બીજી તરફ આઈ.બી વલવીને લીંબડીથી ચોટીલા પીઆઇ તરીકે મુકી દેવામાં આવ્યા છે. ટી.બી હીરાણીને હુમન યુનિટમાંથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં મુકી દેવામાં આવ્યા છે. બીજી તરફ મિત્તલ ચૌધરીને મહિલા પોલીસ સ્ટેશનમાંથી સિટી પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે મૂકી અને બદલી કરી નાખવામાં આવી છે. જ્યારે 9 કર્મચારીઓને જૂદા-જૂદા સંવર્ગોમાં બઢતી આપતો હુકમ કરતા કર્મચારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

….સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક તરીકેનો કાર્યભાર હરેશ દુધાતે સંભાળ્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પોલીસ અધિકારી, કર્મચારીઓને પોતાના પરીવારનો સભ્ય માની, તેઓની ફરજ દરમિયાનની તમામ પ્રકારની મુશ્કેલીઓ દુર કરવા સતત પ્રયત્નશીલ રહી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ વિભાગમાં નાના સંવર્ગના કર્મચારીઓ જેમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ તથા એ.એસ.આઇ. કક્ષાના કર્મચારીઓ ગ્રાઉન્ડ લેવલથી કાર્ય કરતા હોય છે. તેઓ દ્વારા પોતાની ફરજના ભાગરૂપે આમ જનતા સાથે સતત સંપર્કમાં રહી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેથી તેઓનુ પ્રજા સાથેનું વર્તન, કાર્ય કરવાની પધ્ધતિ, અને કરેલ કાર્યવાહીનું પરિણામ સમગ્ર પોલીસ વિભાગના પ્રતિબિંબ રૂપે સ્થાપિત થતું હોય છે.  સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લાના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ તથા એ.એસ.આઇ. સંવર્ગના કર્મચારીઓ હર હમેશ પોતાની ફરજ ખંતપૂર્વક અને પુરી નિષ્ઠા અને ઉત્સાહથી બજાવે તે સારૂ તેઓની કામગીરીની કદર કરી, સમયાંતરે ઇનામ, પ્રશંશાપત્ર તથા બઢતી આપી સન્માનિત કરી તેઓના ઉત્સાહમાં વધારો કરવામા આવતો હોય છે.

Follow Me:

Related Posts