સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ગેરકાયદેસર રીતે હવામાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર
સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ગેરકાયદેસર રીતે હવામાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર…બે યુવકો હવામાં ફાયરીંગ કરતા પડે છે નજરે
સુરેન્દ્રનગર જિલ્લામાં લગ્ન તેમજ શુભ પ્રસંગોમાં ખોટી એન્ટ્રી કે રોલા પાડવા ગેરકાયદેસર રીતે હવામાં ફાયરિંગ કરવાના બનાવો વધી રહ્યા છે અને આ પ્રકારના વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વધુ વાયરલ થઈ રહ્યા છે ત્યારે જીલ્લાના એક ગામમાં લગ્ન પ્રસંગમાં હવામાં બે થી ત્રણ યુવકો ફાયરિંગ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી. જેમાં લોકમુખે થતી ચર્ચા મુજબ લીંબડી તાલુકાના કોઈ ગામનો વીડિયો હોવાનું પણ જણાઈ આવ્યું હતુ.
..વાયરલ વીડિયો કોઇ લગ્ન કે શુભ પ્રસંગનો હોય તેવું દ્રશ્યમાં જોવા મળે છે, વીડિયોમાં હવામાં ફાયરીંગ થતું હોય તેની બાજુમાં જ બાળકો પણ જોવા મળે છે. જો ફાયરીંગ કરનારાથી કોઇ ચુક થઇ હોત તો અનેક લોકોના જીવનું જોખમ હતું. તેમજ એક બંદુકમાં ગોળીઓ ભરે છે, બીજો ફાયરીંગ કરે છે તેવુ વીડિયોમાં જોવા મળે છે. એક યુવક પિસ્તોલ જેવા હથિયારથી હવામાં ફાયરીંગ કરી રહ્યો છે. તેવા સંજોગોમાં અન્ય એક યુવક કે જે ફાયરીંગ કરનાર યુવકની બાજુમાં ઉભો રહી અને મજરલોડ બંદુકમાં ગોળીઓ ભરી રહ્યો છે. તાજેતરના જ પ્રસંગનો વીડિયો હોવાનું પણ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જ્યારે વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં વાયરલ ફાયરીંગ વીડિયોની અને ફાયરીંગ કરનારા શખ્સોની તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરવાની સુચના આપવામાં આવી છે.
Recent Comments