સૌરાષ્ટ - કચ્છ

સુરેન્દ્રનગર જીલ્લામાં સૌ પ્રથમ વખત જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા એક સાથે ૨૯ જેટલી રેશનિંગ દુકાનોના લાયસન્સ સ્થગિત કરવામાં આવતા ચકચાર

સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજનો કાળો કારોબાર થતી હોવાની અનેકવાર વિગતો સામે આવે છે. થોડા સમય પહેલા જ પોલીસે સસ્તા અનાજની બોરીઓ ઝડપી હતી, ત્યારે દુકાનદારો દ્વારા સોફટવેરમાં ચેડા કરીને એક જ મોબાઈલ નંબરમાં વધુ વાર ઓટીપી લઈને કૌભાંડ આચર્યુ હોવાનું બહાર આવ્યુ છે. પૂરવઠા વિભાગે આવુ કૌભાંડ કરનાર ૨૯ દુકાનદારોના લાયસન્સ ૩ માટે સસ્પેન્ડ કરીને તપાસ હાથ ધરી છે. …આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં ગરીબોને મળતુ અનાજ એ દુકાનદારો અને અન્ય લોકો માટે જાણે આવકનું સાધન બની ગયુ હોય તેમ લાગી રહ્યુ છે. જિલ્લાના સાયલા, લખતર અને સુરેન્દ્રનગર શહેરમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહાયેલા સસ્તા અનાજનો જથ્થો મળી આવવાના બનાવો હજુ તાજા જ છે. એવામાં દુકાનદારો દ્વારા કૌભાંડ આચરવાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જેમાં કલેકટર કે.સી.સંપતના આદેશથી જિલ્લા પુરવઠા અધિકારીએ આવા 29 દુકાનદારોના લાયસન્સ 3 માસ માટે સસ્પેન્ડ કરી દીધા છે. આ સમગ્ર કૌભાંડ કઈ રીતે આચરવામાં આવ્યુ? તેની વિગતો હાલ તંત્ર જણાવતુ નથી, પરંતુ તપાસ બાદ તથ્ય સામે આવશે તેનો રાગ આલાપવામાં આવી રહ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સસ્તા અનાજના આ ૨૯ દુકાનદારોએ સરકારના ઓનલાઈન સોફટવેર સાથે ચેડા કરીને એક જ મોબાઈલ નંબરમાંથી એક કરતા વધુ વાર ઓટીપી મેળવી અનાજનો જથ્થો ઉપાડી લીધો હતો. આ બાબતની જાણ ઓનલાઈન રિપોર્ટમાં થઈ હતી. જેમાં એક જ મોબાઈલ નંબરમાંથી ૫૦ થી ૬૦ વાર ઓટીપી મેળવાયો હોવાની વિગતો આવતા ગાંધીનગરથી પણ તપાસ આવી હતી. હાલ સમગ્ર તપાસ બાદ દુકાનદારોના લાયસન્સ ૦૩ માટે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પૂરવઠા વિભાગે કરી છે. આ તપાસ દરમિયાન આ દુકાનદારોએ કેટલા સમયમાં કેટલા ગ્રાહકોનો કેટલો અનાજનો જથ્થો સગેવગે કર્યો? તેની વિગતો મળી શકે તેમ છે

Related Posts