fbpx
ગુજરાત

સુરેન્દ્રનગર બાર એસોસીએશનની ચૂંટણીનું ૯૧% મતદાન, પ્રમુખ પદ માટે ધનશ્યામસિંહ ધીરૂભા ઝાલા વિજેતા

સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટ બાર એસોસીએશનની ચૂંટણીની જાહેરાત બાદ ઉમેદવારી નોંધાઇ હતી. જેમાં મહિલા ઉપપ્રમુખ બિનહરીફ થયા બાદ પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જાેઇન્ટ સેક્રેટરીનાપદ માટે ફોર્મ ભરાયા હતા. એક પદ માટે બે એમ કુલ ૮ ઉમેદવારોએ ફોર્મ ભરતા ગઈકાલે મતદાન યોજાયું હતું. જે પુર્ણ થયે ગણતરી બાદ વિજેતા જાહેર કરાયા હતા. ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા આગામી વર્ષ ૨૦૨૩ માટે બાર એસોસીએશનના હોદ્દેદારોની ચૂંટણી માટેની જાહેરાત કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરની કોર્ટ મુખ્ય હોવાથી જિલ્લા કોર્ટના પ્રમુખ, ઉપપ્રમુખ, મહિલા ઉપપ્રમુખ, સેક્રેટરી, જાેઇન્ટ સેક્રેટરી હોદ્દા માટે ચૂંટણી અધિકારી તરીકે કે.કે.રામાનુજ, સહ ચૂંટણી અધિકારી તરીકે દેવેન્દ્રસિંહ રાણા દ્વારા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી હતી.

જેમાં સુરેન્દ્રનગર વકીલ મંડળના ૨૮૭ સભ્યોમાંથી ૨૬૦ સભ્યોએ મતદાન કરતા ૯૧ ટકા જેટલુ મતદાન થયુ હતું. આથી વકીલ મંડળની ચૂંટણી રસાકસીભરી બની હતી. જેમાં પ્રમુખ પદ માટે બે ઉમેદવાર વચ્ચે જંગ હતો. જેમાં પ્રમુખ પદના ઉમેદવાર ધનશ્યામસિંહ ધીરૂભા ઝાલાને ૧૬૦, જાની નિલેશકુમાર ઇન્દુલાલને ૯૭ મત મળતા ઘનશ્યામસિંહ ઝાલા ૬૩ મતે વિજેતા જાહેર થયા હતા. ઉપપ્રમુખ પદ માટે જાની રીતેષભાઇ ઉલ્લાષ કુમારને ૬૯ મત અને રવીભાઇ આર આચાર્યને ૧૭૮ મત મળત રવીભાઇ આચાર્યનો ૧૦૯ મતે વિજય થયો હતો.

જયારે સેક્રેટરીના પદ માટે કશ્યપભાઇ વિરેન્દ્રભાઇ શુક્લ ૧૮૩ અને રવિભાઇ અશોકભાઇ માંડલીયા ૫૧ મત મળતા કશ્યપભાઇ શુક્લનો ૧૩૨ મતે વિજય થયો હતો. આ ઉપરાંત જાેઇન્ટ સેક્રેટરીની ચૂંટણીમાં રોહીતભાઇ.એસ.સાપરા ૧૧૨અને રાઠોડ મુકેશભાઇ જીને૧૩૭ મત મળતા મુકેશભાઇ રાઠોડનો ૨૫ મતે વિજય થયો હતો. ચૂંટણી અગાઉ મહિલા ઉપપ્રમુખ રંજનબેન જગદીશચંદ્ર ત્રિવેદીની બિનહરીફ વરણી કરાઇ હતી. સાંજે પરિણામ જાહેર થતા વકીલોએ વિજયોત્સવની ઉજવણી કરી હતી.

Follow Me:

Related Posts