સુવર્ણ જયંતિ વર્ષ શાંતિ કુંજ હરિદ્વારના ઉપલક્ષ્યમાં વિચાર ક્રાંતિ અભિયાન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજની પ્રેરણા અનેક વિધ સેવાયજ્ઞ યોજાયો
અમદાવાદ તા.૧૭ રવિવારે સવારે ૮-૦૦થી ૧૨-૦૦ દરમ્યાન નારણપુરા વિસ્તારમાં સુવર્ણ જયંતિ વર્ષ શાંતિ કુંજ હરિદ્વારના ઉપલક્ષ્યમાં વિચાર ક્રાંતિ અભિયાન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજની પ્રેરણા અનુસાર સિંદુર પાર્ટીપ્લોટ, વરદાનટાવર, પ્રગતિ નગર ખાતે યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નારણપુરા- લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ તથા સિંદૂર પાર્ટી પ્લોટના ઉપક્રમે ચૈત્રી નવરાત્રિ દરમ્યાન ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનો દ્વારા વ્યક્તિગત કે સમૂહમાં કરવામાં આવેલા ગાયત્રી મંત્ર જપ, ગાયત્રી મંત્ર લેખન કાર્ય, ગાયત્રી ચાલીસા પાઠના અનુષ્ઠાની સાધના,ઉપાસના, આરાધનાની પૂર્ણાહુતિ નિમિત્તે તથા યુગ પરિવર્તન અને ધરતી ઉપર સ્વર્ગના અવતરણ થકી મનુષ્યમાં સૌને સદબુદ્ધિ, ઉજ્જવળ ભવિષ્ય, નિરામય જીવનની પ્રાપ્તિ થાઓની પ્રાર્થના તેમજ વ્યક્તિ નિર્માણથી પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વના નિર્માણાર્થે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો જેમાં આદર્શ માનવના ઘડતર સમા ગર્ભસંસ્કાર,વિદ્યારંભ, જન્મદિવસ જેવા વિવિધ સંસ્કારો કરાવવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ડૉ.ઋત્વિજ પટેલ પ્રવક્તા ભાજપ અને આશાબેન બ્રહ્મભટ્ટ કાઉન્સીલર હાજર રહ્યા હતાં સખત ગરમીને લઈ રેડ ક્રોસ દ્વારા રક્તદાન શિબિરમાં ૮ બોટલ રક્ત એકત્રિત થયું હતું, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શ્રીમતિ મણીબેન સરકારી આયુર્વેદ હોસ્પિટલના નિષ્ણાંત વૈદ્યોના માર્ગદર્શનમાં નિ:શુલ્ક સર્વ રોગ નિદાનની સાથે ઔષધીય દવાઓ આપવામાં આવી હતી નાડી તપાસ વૈદ્ય વંદનાબેન પંચાલ,આંખોની તપાસ રાહત-દરે ચશ્મા વિતરણ સર્જન ડૉ.આશિષ શાહ દ્વારા અને દાંતની તપાસ, ઍક્યુપ્રેશર સારવારની સેવાનો લાભ ઘણા દર્દીઓને પણ પ્રાપ્ત થયો હતો માસ્ક વિતરણ, પક્ષીઓને પાણી પીવાના કુંડાનું, ગાયત્રી મંત્ર લેખન નોટ બુક, ગાયત્રી ચાલીસા,ગુરુદેવનું સાહિત્ય વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદ પણ હાજર રહેલા સૌએ સાથે મળીને લીધો હતો તેમ ગાયત્રી પરિવારના કનુભાઈ પટેલે જણાવ્યું હતું.
Recent Comments