બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ૨૦૨૦ માં ૩૪ વર્ષની ઉંમરે વિશ્વને અલવિદા કહ્યું. ૧૪ જૂને સુશાંત તેના બાંદ્રાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના મૃત્યુ બાદથી સુશાંતના મૃત્યુને લઈને ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. સુશાંતના પરિવાર અને ચાહકોએ તેના મૃત્યુને આત્મહત્યા નહીં પરંતુ મર્ડર ગણાવ્યું હતું. આ કેસમાં મહારાષ્ટ્ર સરકારથી લઈને મુંબઈ પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે. સુશાંત આત્મહત્યા કેસ બાદમાં સીબીઆઈને સોંપાયો હતો.
સુશાંતનું મોત લગભગ ૧૦ મહિના થવા જઈ રહ્યું છે. સીબીઆઈ આ કેસની તપાસમાં લાગી ગઈ છે, પરંતુ મોતનો કેસ હજી સુધી ઉકેલી નથી. જ્યાં એક તરફ સુશાંતના ફેન્સ તેમજ તેના પરિવારના સભ્યો પણ ન્યાયની રાહમાં છે.
હવે સુશાંત કેસ પર ભાજપ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેના પુત્ર અને ભાજપ નેતા નીતેશ રાણેએ એક ટ્વીટ કર્યું હતું જે સોશિયલ સાઇટ પર એકદમ વાયરલ થઈ રહ્યું છે. આ ટિ્વટમાં તેમણે કહ્યું કે હવે મહારાષ્ટ્ર સરકાર પણ સંમત થઈ ગઈ છે કે સુશાંતની હત્યા કરવામાં આવી છે.
નીતીશ રાણેના ટ્વીટ વિશે વાત કરતાં તેણે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ઉભા જાેવા મળે છે. આ વીડિયો સાથે નીતીશ રાણેએ લખ્યું – ‘ચાલો હવે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન પણ સંમત થયા કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઈ છે! અને હવે કોઈ પુરાવા જાેઈએ? ‘
નીતીશ રાણેએ શેર કરેલો આ વીડિયો સોશિયલ સાઇટ પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઇએ કે નીતેશ રાણે સુશાંત કેસમાં સતત ટિ્વટ કરતા રહ્યા છે. તેણે સુશાંતની એક્સ મેનેજર દિશા સલિયનની આત્મહત્યા અંગે પણ અનેક ઘટસ્ફોટ કર્યા હતા.
Recent Comments