fbpx
બોલિવૂડ

સુશાંત આત્મહત્યા કેસ NCB એ એક્ટરના હાઉસ મેનેજર સિદ્ધાર્થ પિઠાનીની હૈદરાબાદથી ધરપકડ કરી

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતને ૧૧ મહિના થઈ ગયા છે. આ કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરતી નોર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (દ્ગઝ્રમ્)એ તેના પૂર્વ હાઉસ મેનેજર સિદ્ધાર્થ પિઠનીની હૈદરાબાદથી ધરપકડ કરી છે. પિઠાની પર ડ્રગ્સ ખરીદવાનો તથા સુશાંત સુધી પહોંચાડવાનો આક્ષેપ છે. આ પહેલાં ઝ્રમ્ૈંએ અનેકવાર સિદ્ધાર્થની પૂછપરછ કરી હતી.

સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીએ ગયા અઠવાડિયે સગાઈ કરી હતી. સિદ્ધાર્થ પિઠાનીની સગાઈની તસવીરો સો.મીડિયામાં વાઈરલ થઈ હતી. એક્ટરના મોત બાદથી સિદ્ધાર્થનું નામ ચર્ચામાં આવ્યું છે. તે સુશાંતની સૌથી નિકટ હતો.
૧૪ જૂનના રોજ સુશાંતની ડેડબોડી બાંદ્રાના ફ્લેટમાંથી લટકતી મળી આવી હતી. આ સમયે ઘરમાં ચાર લોકો હતા, જેમાં સિદ્ધાર્થ પિઠાની (સુશાંતનો ફ્લેટમેટ), દીપેશ સાંવત (સુશાંતનો મિત્ર), નીરજ સિંહ (હાઉસ કીપર) તથા કેશ (કુક). નીરજે કહ્યું હતું કે સુશાંતે સવારે નાસ્તો કર્યો હતો. ત્યારબાદ દસ-સાડા દસની આસપાસ જ્યારે સ્ટાફ તેને લંચમાં શું બનાવવામાં આવે તે પૂછવા ગયો ત્યારે તેણે દરવાજાે ખોલ્યો નહોતો.

એક કલાક બાદ સિદ્ધાર્થને કંઈક ગડબડ હોવાની આશંકા થઈ હતી. તેણે સુશાંતની બહેન મીતુને ફોન કરીને ચાવીવાળાને બોલાવીને લૉક તોડાવ્યું હતું. કહેવાય છે કે રૂમમાં સૌ પહેલાં સિદ્ધાર્થ જ ગયો હતો અને તેણે સુશાંતને પંખા સાથે લટકતી હાલતમાં જાેયો હતો. તેણે સુશાંતને નીચે ઉતાર્યો હતો. આ દરમિયાન સુશાંતની બહેન મીતુ પણ આવી ગઈ હતી. મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી હતી. મુંબઈ પોલીસે કહ્યું હતું કે તેમણે સુશાંતને પંખા સાથે લટકતી હાલતમાં જાેયો નહોતો.
૨૭ માર્ચ, ૧૯૯૩માં જન્મેલો સિદ્ધાર્થ ૨૭ વર્ષનો છે. સિદ્ધાર્થ મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. તેણે હૈદરાબાદની શ્રી ચૈતન્ય જુનિયર કાલાસલમાંથી સ્કૂલિંગ કર્યું છે. ત્યારબાદ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન, અમદાવાદમાં એડમિશન લીધું હતું. અહીંયા ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ મુંબઈ આવ્યો હતો. સિદ્ધાર્થ નાનપણથી ફિલ્મમેકિંગ તથા એક્ટિંગમાં કંઈક કરવા માગતો હતો.

Follow Me:

Related Posts