પુત્રી ઝિયાનાના જન્મ બાદ ચારુ અસોપા અને રાજીવ સેનના લગ્ન ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. એવા અહેવાલો છે કે સુષ્મિતા સેનના ભાઈ અને ભાભીના લગ્ન જીવન સારું ચાલી રહ્યુ નથી. તમને જણાવી દઈએ કે, ટીવી અભિનેત્રી ચારુ અસોપા સેન અને અભિનેત્રી સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન બંને પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે. બંને અવારનવાર તેમના ચાહકોને તેમની રૂટિનનો પરિચય કરાવવા માટે એકબીજાના બ્લોગ પર આવતા હતા, પરંતુ તાજેતરમાં જ બંને વચ્ચેના અંતરના સમાચાર જાેરશોરથી ચાલી રહ્યા છે, આ દિવસોમાં ચારુ બિકાનેરમાં તેના પિયર છે.
હાલમાં જ રાજીવ સેનની એક પોસ્ટે સંકેત આપ્યો છે કે બંને ફરી અલગ થઈ ગયા છે. લગ્ન પછી તરત જ ચારુ અસોપા અને રાજીવ સેનના લગ્ન જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી અને અહેવાલોનુ માનીએ તો બંને અલગ રહેવા લાગ્યા હતા. જાેકે, થોડા સમય બાદ બંને એકબીજા સાથે ફરી મળી ગયા અને હાલમાં જ બંને ઝિયાના નામની સુંદર દીકરીના માતા-પિતા બન્યા છે.ત્યારે હાલ થોડા મહિનાઓ બાદ ફરી તેમના અલગ થવાના સમાચારોએ જાેર પકડ્યુ છે. ચારુએ પણ મીડિયાના પ્રશ્નો પર મૌન જાળવી રાખ્યું છે અને કહ્યું છે કે તે આ સમયે કોઈ જવાબ આપવા માંગતી નથી. તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં ચારુ બિકાનેરમાં તેના પિયર છે અને ઘણી જગ્યાએ પ્રવાસ પણ કરી રહી છે.
તાજેતરમાં જ તેણે તેનો જન્મદિવસ તેની પુત્રી સાથે ઉજવ્યો. તે સમયે રાજીવે સોશિયલ મીડિયા પર તેની પુત્રી સાથેની એક તસવીર પણ શેર કરી અને પોસ્ટ લખી, ઝિયાનાપ. તારા પપ્પાના ઘરે પાછા આવ, આટલી મુસાફરી કરવી તારા માટે સલામત નથી. ઘણા સમયથી તને જાેઈ નથી. આ કપલે સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. ચારુ અને રાજીવ સોશિયલ મીડિયા પર એક સાથે કોઈ તસવીરો અપલોડ કરી રહ્યાં નથી. ૨૦૨૦ના લોકડાઉનમાં પણ આ કપલ અલગ થઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૯માં રાજીવ સેન અને ચારુ અસોપાના ગોવામાં ધૂમધામથી લગ્ન થયા હતા.


















Recent Comments