રાષ્ટ્રીય

સૂતી વખતે નણંદ-ભાભી પર રેડાયું એસિડ, ૪ આરોપીઓને ૧૪ વર્ષની સજા

ઉત્તર પ્રદેશના મેરઠમાં ૬ વર્ષથી એસિડ એટેકની પીડા સહન કરતી બે મહિલાઓને શુક્રવારે એટલે કે આજે ન્યાય મળ્યો. ઘરમાં ઘુસીને એસિડ ફેંકનાર ચાર આરોપીઓને કોર્ટે ૧૪ વર્ષની સજા ફટકારી છે. આ સાથે જ તમામને ૧-૧ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પીડિતોને ન્યાય મળતાં ૬ વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો છે. જાે કે હવે ન્યાય મળ્યા બાદ તેના સળગેલા ચહેરા પર ખુશી જાેવા મળી રહી છે. આ મામલો મેરઠ પોલીસ સ્ટેશન ફલાવડા વિસ્તારનો છે. જ્યાં ૨૯ જૂન ૨૦૧૬ના રોજ રાત્રે સાનિયા નામની મહિલાએ તેના પ્રેમીઓ સાથે મળીને તેની ભાભી અને ભાભી પર એસિડ ફેંક્યું હતું.

સમગ્ર આયોજન સાથે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, પ્રેમીપંખીડાઓને બોલાવી ઘરમાં ઘુસી ગયા હતા અને પછી એસિડ રેડીને ભાગી જવાનો પ્લાન ઘડ્યો હતો. એસિડ હુમલાની આ ઘટનાને લઈને તે સમયે સનસનાટી ફેલાઈ ગઈ હતી, પરંતુ ત્યારથી અત્યાર સુધી પીડિતો ન્યાયની આશામાં ભટકી રહી હતી. એસિડ એટેકના કારણે શીબા લગ્ન પણ કરી શકી ન હતી અને અત્યાર સુધી તેની સારવાર પાછળ ૩૫ લાખથી વધુ ખર્ચ કરી ચૂકી છે.

૬ વર્ષ બાદ શુક્રવારે કોર્ટે આ મામલે ઐતિહાસિક ર્નિણય લીધો છે. છડ્ઢત્ન ૧૫ હર્ષ અગ્રવાલની કોર્ટે આ કેસમાં મહિલા સાનિયા સહિત ૪ લોકોને આરોપી ગણાવીને ૧૪ વર્ષની જેલની સજા ફટકારી છે. આ સિવાય તમામ પર ૧-૧ લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. કોર્ટનો ચુકાદો સાંભળીને પીડિતોના ચહેરા પર રાહત જાેવા મળી હતી. એક તરફ એસિડ એટેકની સળગતી સંવેદના અને તેની ઉપર પોલીસ સ્ટેશન અને કોર્ટના મામલાઓએ તેમને પરેશાન કરી દીધા હતા, પરંતુ હવે આરોપીઓને સજા મળી છે અને પીડિતોના ચહેરા પર ખુશી છે.

Related Posts