સૂપોષણ અભિયાન અંતર્ગત 90 દિવસ સુધી સતત કામગીરી કરી, 13 લાખ પરિવારો ને સપર્ક કરવાનો લક્ષ્યાંક

સૂપોષણ અભિયાન અંતર્ગત ડોક્ટર સેલ અને મહિલા મોરચાએ ગુજરાતમાં પ્રશંસનીય કામગીરી કરી છે. 90 દિવસ સુધી સતત કામગીરી કરી. સરકાર ની સાથે સાથે સંગઠન પણ કામગીરી કરીને 13 લાખ પરિવારો ને સપર્ક કરવાનો લક્ષ્યાંક પુર્ણ થવાના આરે છે. આ વર્ષે મહિલા બાળ કલ્યાણ વિભાગના બજેટમાં ૪ર ટકાના ધરખમ વધારા સાથે ૪૯૭૬ કરોડ રૂપિયા ફાળવ્યા છે. સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજનામાં મહિલા સુપોષણ માટે રૂ. ૮પ૦ કરોડ વપરાશે-૧૦૦૦ દિવસ સુધી સગર્ભા મહિલાને પોષક આહાર આપવામાં આવશે. સરકારની સાથે ખભે થી ખભો મિલાવીને ગુજરાતની અંદર 13 લાખ બાળકોને કુપોષણમાથી મુક્ત કરી અને સુપોષિત બનાવીશું તેવો નિર્ધાર સી.આર. પાટીલ ભારતીય જનતા પાર્ટીનો છે.
સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના દ્વારા કુપોષણ દૂર કરી ગુજરાતની આવતીકાલ પોષણ સમૃદ્ધ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત સરકાર તરફથી કરવામાં આવી છે. ભાજપની આજે કમલમ ખાતે મળેલી કારોબારી બેઠકમાં અગાઉ જે પ્રકારે કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જે કાર્યો નક્કી કરવામાં આવ્યા છે તેની સમીક્ષા અંતર્ગત સીઆર પાટીલે આ કાર્યક્રમ અંતર્ગત નેમ મૂકી છે, ત્યારે આગામી સમયમાં કુપોષણમાંથી સુપોષણ તરફ ગુજરાતના બાળકો અને સગર્ભા માતાઓને લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત કેટલાક બીજેપી કાર્યકર્તાઓ દ્વારા બાળકો કુપોષિત કરવા માટે દત્તક પણ લેવામાં આવી રહ્યા છે.
Recent Comments