fbpx
બોલિવૂડ

સૂફી ગાયક હર્ષદીપ કૌરના જન્મદિને ચાહકોએ યાદ કર્યા

હર્ષદીપે બોલિવૂડમાં ઘણા સૂફી ગીતો ગાયા છે. હર્ષદીપનું ગીત ‘દિલબારો’ આજે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. હર્ષદીપને રોકસ્ટારના ગીત ‘કતીયા કરું’થી ઓળખ મળી હતી. હર્ષદીપે હોલીવુડ ફિલ્મો માટે પણ ગીતો ગાયા છે. તેણે ઓસ્કાર વિનિંગ ડિરેક્ટર ડેની બોયલની ફિલ્મ ‘૧૨૭ અવર્સ’માં પણ ગીત ગાયું છે.હર્ષદીપ કૌરનો જન્મ ૧૬ ડિસેમ્બર ૧૯૮૬ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના પિતા સવિન્દર સિંહ સંગીતનાં સાધનોની ફેક્ટરીના માલિક હતા. હર્ષદીપને બાળપણથી જ સંગીતનું વાતાવરણ મળ્યું હતું. નાનપણથી જ તેણે સંગીતની દુનિયામાં પ્રવેશ કર્યોર્ હર્ષદીપ કૌરે દિલ્હીની ન્યુ એરા પબ્લિક સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમણે બાળપણથી જ સંગીતનું શિક્ષણ લેવાનું શરૂ કર્યું હતું. જ્યારે તે ૧૨ વર્ષની હતી ત્યારે તેણે દિલ્હી સ્કૂલ ઓફ મ્યુઝિકમાં પિયાનો શીખવાનું શરૂ કર્યું હતું. હર્ષદીપે ૧૬ વર્ષની ઉંમરે બોલિવૂડમાં ગાવાનું શરૂ કર્યું હતું. તેણે પહેલું ગીત ‘સાજન મેં હારી’ ગાયું હતું. હર્ષદીપ કૌર બે રિયાલિટી શોની વિજેતા રહી ચૂકી છે. ૨૦૦૮ માં તેણે દ્ગડ્ઢ્‌ફ ઇમેજિનના શો જુનૂન-કુછ કર દિખાના હૈમાં ભાગ લીધો હતો. આ શો દરમિયાન અમિતાભ બચ્ચને તેમને ‘સુલતાન ઓફ સૂફી’નું બિરુદ આપ્યું હતું. હર્ષદીપને ‘દિલબરો’ ગીત માટે શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગરનો આઈફા અને સ્ક્રીન એવોર્ડ મળ્યો હતો. આ સાથે હર્ષદીપ એમટીવી વિડિયો ગાગા ૨૦૦૧નો વિનર પણ રહી ચુકી છે.

Follow Me:

Related Posts