સૂરતમાં લુખ્ખા તત્વો બેફામ, હથિયાર સાથે આરોપીઓનો વિડીયો વાયરલ થયો
સુરતમાં લુખ્ખા તત્વોનો આતંક દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો હથિયાર સાથે દેખાઈ રહ્યા છે. વીડિયો વાયરલ થતા પોલીસતંત્ર હરકતમાં આવી ગયું છે.
સુરતમાં અનેક વખત ગુનેગારો ઘાતક હથિયારો સાથેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી સીધી પોલીસને ચેલેન્જ આપતા હોય તેવું જોવા મળ્યું છે. સુરતના વરાછા વિસ્તારનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં કેટલાક યુવાનો ઘાતક હથિયારો સાથે એક ઘરમાં બેઠા હોય એવું જોવા મળી રહ્યું છે. તલવાર જેવા ઘાતક હથિયારો બતાવી આ અસામાજિક તત્વો સ્થાનિક લોકોમાં પોતાનો ડર બેસાડવા માગતા હોય તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે. સોશિયલ મીડિયામાં આ રીતે હથિયાર બતાવવાની ઘટના પહેલી વખત નથી, અગાઉ પણ આવા વીડિયો વાયરલ થઇ ચુક્યા છે.
સુરતમાં દિવસને દિવસે ક્રાઇમની ઘટના વધતી રહી છે, તેવા સુરત પોલીસ કોમ્બિગ કરીને આવાસ જેવા વિસ્તારમાં તપાસ કરીને લુખ્ખાઓની ભાન થરકને લાવી રહ્યા છે. ત્યારે મહત્વનું છે કે સુરત જે ગૃહ રાજ્યમંત્રીનું હોમ ટાઉન છે ત્યાં આ વીડિયો વાયરલ થયો છે. તે પ્રકારની ઘટનાઓ જરૂરથી ચિંતા કરનારી છે ત્યારે હવે જોવાનું એ છે કે સુરત શહેર પોલીસ કમિશનર આ પ્રકારની ઘટનાઓ સામે શું એક્શન લે છે.
Recent Comments