બોલિવૂડ

સૂર્યવંશી ફિલ્મને ૩ દિવસમાં જ મળ્યું ૭૭ કરોડનું કલેક્શન

અક્ષય કુમાર અને કેટરિના કૈફને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મને ભારતમાં ૪૦૦૦ સ્ક્રીન મળી છે. જ્યારે તે વિદેશમાં ૧૩૦૦ સ્ક્રીનમાં રિલીઝ થઈ છે. ફિલ્મના અન્ય કલાકારો વિશે વાત કરીએ તો, ગુલશન ગ્રોવર, સિકંદર ખેર, અભિમન્યુ સિંહ અને જાવેદ જાફરી છે. ફિલ્મમાં રણવીર સિંહ અને અજય દેવગન કેમિયો રોલમાં છે. ‘સૂર્યવંશી’ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ, રોહિત શેટ્ટી પિક્ચર્સ, ધર્મા પ્રોડક્શન્સ અને કેપ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરવામાં આવી છે.‘સૂર્યવંશી’ અગાઉ માર્ચ ૨૦૨૦માં રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે તેને મોકૂફ રાખવામાં આવી હતી. આ પછી ફિલ્મની રિલીઝ ડેટ ઘણી વખત આવી પરંતુ દર વખતે તેને મહામારીને કારણે આગળ ધકેલવી પડી હતી. રોહિત શેટ્ટી આ મોટા બજેટની ફિલ્મને માત્ર સિનેમાઘરોમાં જ રિલીઝ કરવા માગતો હતો. આખરે ૧૯ મહિનાની લાંબી રાહ પછી જ્યારે ‘સૂર્યવંશી’ બોક્સ ઓફિસ પર આવી હતી. ત્યારે આ રાહ પણ સફળ થતી જાેવા મળી રહી છે. ફિલ્મે શરૂઆતના દિવસે જ શાનદાર કલેક્શન કર્યું હતું. તે જ સમયે તેણે સપ્તાહના અંતે પણ તેની ગતિ જાળવી રાખી હતી. ફિલ્મે રિલીઝના માત્ર બે દિવસમાં ૫૦ કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે. ત્રીજા દિવસે પણ ફિલ્મે કમાણીનો દોર રાખ્યો છે. બોક્સ ઓફિસ કલેક્શન વેબસાઈટ અનુસાર, ફિલ્મે ત્રીજા દિવસે ૨૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે અને આ રીતે ફિલ્મે તેની રિલીઝના ત્રણ દિવસમાં ૭૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ‘સૂર્યવંશી’નું પ્રથમ દિવસનું કલેક્શન ૨૬.૨૯ કરોડ રહ્યું છે. ફિલ્મે શનિવારે ૨૩.૮૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. રિપોર્ટ અનુસાર, ફિલ્મને રવિવારની રજાનો લાભ મળ્યો અને તેણે ૨૭ થી ૨૮ કરોડનું કલેક્શન કર્યું છે. આ રીતે રવિવારના કલેક્શનના આંકડા પહેલા દિવસ કરતા વધુ છે. ફિલ્મે ૩ દિવસમાં ૭૭ કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ વિદેશમાં પણ સારી કમાણી કરી રહી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે એક ટિ્‌વટમાં જણાવ્યું કે ‘સૂર્યવંશી’એ વિદેશમાં પહેલા દિવસે ૮.૧૦ કરોડ અને બીજા દિવસે ૮.૫૮ કરોડની કમાણી કરી છે. આ રીતે બે દિવસમાં કુલ ૧૬.૬૮ કરોડનું કલેક્શન થયું.

Related Posts