fbpx
અમરેલી

સૂર્ય નમસ્કાર સ્પર્ધા’માં ભાગ લેવા માટે તા.૧૫ ડિસેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા અનુરોધ

ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સૂર્ય નમસ્કાર સ્પર્ધા-૨૦૨૩’ નું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં લોકો સુધી યોગ અને તેનું મહત્વ શું છે તે માહિતી અને વિગતો પહોંચે, નાગરિકો યોગ કરતાં થાય, યોગ વિશે જાગૃત્તિ આવે, બહોળા પ્રમાણમાં યોગનો પ્રચાર-પ્રસાર થાય તેવા આશયથી આ ‘સૂર્ય નમસ્કાર સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારો ઓનલાઈન રજીસ્ટ્રેશન  https://soc.gsyb.in  લિંક પરથી કરવાનું રહેશે. ‘સૂર્ય નમસ્કાર સ્પર્ધા’ ગ્રામ્યકક્ષા થી રાજ્યકક્ષા સુધી યોજાશે.  ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં અલગ-અલગ સ્પર્ધાઓ થશે. ‘સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં અ-કેટેગરીમાં ૦૯ થી ૧૮ વર્ષ, બ કેટેગરીમાં ૧૯ થી ૪૦ વર્ષ અને ક-કેટેગરીમાં ૪૧ વર્ષથી વધુ વય ધરાવતા એમ ચાર તબક્કામાં આ સ્પર્ધા યોજાશે. શાળા, કોલેજનાં ખેલાડીઓ તેમજ જિલ્લાના નાગરિકોને ‘સૂર્ય નમસ્કાર સ્પર્ધા’માં ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે. ઓનલાઈન રજિસ્ટ્રેશનની અંતિમ તા.૧૫ ડિસેમ્બર, ૨૦૨૩ છે. આ અંગેની વધુ માહિતી-વિગતો માટે જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, જિલ્લા રમત વિકાસ કચેરી, ચિતલ રોડ, ગોળ દવાખાનાની બાજુમાં અમરેલી પિન ૩૬૫૬૦૧ કચેરીના સંપર્ક નં. (૦૨૭૯૨) ૨૨૧૯૬૧ તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી બહુમાળી ભવન બ્લોક-સી, રુમ નં-૧૧૦/૧૧૧ સંપર્ક નં.(૦૨૭૯૨)૨૨૩૬૩૦ પર સંપર્ક કરવાનો રહેશે, તેમ અમરેલી જિલ્લા રમત ગમત અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts