fbpx
અમરેલી

સૃષ્ટિ સર્જન વિદ્યા શાળા જીવનના વિદ્યાર્થી બનીએ પ્રસ્તુત “માતૃભાષાના મૂળ તરફ”-માતૃભાષા ગૌરવ પ્રદર્શન” યોજાયું

લાઠી સૃષ્ટિ સર્જન વિદ્યા શાળા  જીવનના વિદ્યાર્થી બનીએ પ્રસ્તુત “માતૃભાષાના મૂળ તરફ”-માતૃભાષા ગૌરવ પ્રદર્શન”માતૃભાષાના મૂળ તરફ” ભાષા પ્રદર્શન.   સૃષ્ટિ સર્જન વિદ્યા શાળા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન નિમિત્તે “માતૃભાષાના મૂળ તરફ પ્રદર્શનનું આયોજન કરેલ આ પ્રદર્શન માનવ ઇતિહાસમાં વિવિધ ભાષા પરિવારો અને તેમાં માતૃભાષા ગુજરાતીના હૃદય અને ઉત્કર્ષ પર પ્રકાશ પાડે છે આ પ્રદર્શન વડોદરા અમદાવાદ- સ્વર્ણિમ ગુજરાત સ્થાપના દિને ગુજરાતી સાહિત્ય પરિષદ પોરબદર ડો. વી.આર.ગોઢણિયા મહિલા કોલેજ નરસિંહ મહેતાના ચોરામાં જૂનાગઢ  ભારત ભાષા સંગમ વર્ષ માં કરવામાં આવ્યું હતું લાઠી રાજવી કવિ કલાપીની જન્મ જયંતિના ૧૫૦માં વર્ષના આરંભ પ્રસંગે આ પ્રદર્શન તા ૨૫ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ લાઠી મુકામે આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ તથા કલાપી વિનય મંદિર હાઇસ્કૂલના સહકારમાં કરવામાં આવ્યું હતું.

નામદાર લાઠી સ્ટેટના ઠાકોર  કિર્તીસિંહજીએ પ્રદર્શન ની મુલાકાત લીધી હતી આ પ્રદર્શન શબ્દને સૃષ્ટિ સાથે સૃષ્ટિને શિક્ષણ સાથે શિક્ષણને સાહિત્ય સાથે અને માણસને તેની સંસ્કૃતિ સાથે જોડે છે.યુનેસ્કોના અહેવાલ પ્રમાણે આજે વિશ્વ ભરમાં ફક્ત ૩ ટકા લોકો વિશ્વની ૬ ટકા ભાષા બોલે છે ચિતાની વાત એ છે કે આ લોકો ઝડપથી લુપ્ત થઈ રહ્યાં છે અને એ સાથે પૃથ્વીની પીઠ પરથી માનવ ઇતિહાસની એક સમૃદ્ધ વારસો, સંસ્કૃતિ અને સભ્યતા હંમેશા માટે વિસરાઈ જશે ગઈ સદીમાં ૬૦૦ ભાષાઓ લુપ્ત થઈ ગઈ. વળી એક ભાષા દર બે અઠવાડિયે લુપ્ત થઈ રહી છે.

જો આ દરથી ભાષાઓ લુપ્ત થતી રહે તો આ સદીના અંત સુધીમાં ૯૦ ટકા ભાષાઓ લુપ્ત થઈ જવો ‘જો ગુજરાતી ભાષા ન હોત તો ગુર્જર રાષ્ટ્ર ન હોત અને આપણું આગવું ગુજરાત અને તેની આગવી અસ્મિતા પણ ન હોત માતૃભાષા પ્રત્યે ગૌરવ પ્રગટ કરતાં આ પ્રદર્શનમાં જૂની ગુજરાતીથી લઈ છેક ગાંધી યુગ સુધી ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારોના અમૂલ્ય યોગદાનની નોંધ લેવામાં આવી છે માતૃભાષા ગૌરવ પ્રદર્શનની આરંભ પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ એવા કવિ કલાપીના જન્મ સ્થળ લાઠીથી કરવામાં આવ્યું હતું.

તા.રપ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ લાઠી મુકામે શ્રી કલાપી વિનય મંદિર હાઇસ્કુલના કોમ્યુનિટી હોલમાં આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સવારે શાળાના કોમ્યુનિટી હોલમાં કવિ શ્રી ચંદારાણા દ્વારા દીપ પ્રગટાવી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ગોપાલભાઈ અઘેરા, શ્રી કલાપી વિનય મંદિર શાળાના સંચાલક શ્રી એમ પી રામાણી, આરાધના ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ઈતેશભાઈ મહેતાની ઉપસ્થિતિમાં પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts