ગુજરાત

સેક્ટર-૨૪માં દારુ પીને જાહેરમાં બિભત્સ વર્તન કરતા ઇસમની ધરપકડ

સેક્ટર-૨૪ના સાંઈબાબા મંદિર પાસે એક અજાણ્યો ઈસમ જાહેરમાં બિભત્સ વર્તન કરી બક્વાસ કરતો હતો. ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં વાહનચાલકો તેમજ આવતી જતી મહિલાઓ સામે બિભત્સ ચેનચાળા કરી આ વિસ્તારને બાનમાં લઇ લીધું હતું. જાેકે દારૂડિયાની હરકતોથી કોઈ નાગરિક તેની પાસે જવાની હિંમત કરતું નથી.

આ દરમિયાન સેક્ટર-૨૧ પોલીસ મથકના લોકરક્ષક હિમાંશુ પેટ્રોલિંગ કરી રહ્યાં હતા. ત્યારે તેમને માહિતી મળી હતી કે સેક્ટર-૨૪ વિસ્તારમાં એક ઈસમ દારૂ પીધેલી હાલતમાં જાહેરમાં બિભત્સ ચેનચાળા કરી રહ્યો છે. જેના પગલે તેઓ તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા. અને તે દારૂડિયાને ઝડપી લીધો હતો. જેનું નામ પુછતા તેણે પોતાનું નામ બાબુ મારવાડી (રહે. આદીવાડા મારવાડી વાસ, ગાંધીનગર) હોવાનું જણાવ્યું હતું. જેના પગલે પોલીસે તેને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Me:

Related Posts