ભાવનગર

સેનામાં ફરજ પૂર્ણ ઈશ્વરિયાનાં યુવાનનું અભિવાદન

ભારતીય સેનામાં ફરજ પૂર્ણ કરી આવતાં ઈશ્વરિયાનાં યુવાનનું ભાવ અભિવાદન સામૈયું વતનમાં આવતાં શ્રી પુનિત પરમારે સૌના પ્રત્યે આભાર લાગણી વ્યક્ત કરી ઈશ્વરિયા ગુરુવાર તા.૩-૧૦-૨૦૨૪(મૂકેશ પંડિત)ઈશ્વરિયા ગામનાં યુવાન ભારતીય સેનામાં જોડાઈ ફરજ પૂર્ણ કરી આવતાં શ્રી પુનિત પરમારનું ભાવ અભિવાદન સામૈયું કરવામાં આવ્યું. સન્માનિત યુવાને પોતાની આ કારકિર્દી સંદર્ભે સૌના પ્રત્યે આભાર લાગણી વ્યક્ત કરી.ભારતીય સેનામાં સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામનાં યુવાન શ્રી પુનિત પરમારે ૧૭ વર્ષની સેવા પૂર્ણ કરી વતનમાં આગમન કર્યું છે.ઈશ્વરિયા ગામનાં યુવાન સેના પોલીસમાં જોડાઈને ફરજ પૂર્ણ કરી આવતાં આગેવાનો અને કર્મચારીઓ સાથે ગ્રામજનો દ્વારા સન્માન અને હરખ ભાવ સાથે શ્રી માંગલ માતા સ્થાનથી દર્શન સાથે અભિવાદન સામૈયું કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી પુનિત પરમારે પ્રાથમિક શાળાનાં સ્મરણ અને ગ્રામજનો તેમજ સરકારની યોજના સાથે આ કારકિર્દી માટે સૌના તરફથી મળેલ માર્ગદર્શન અને પ્રોત્સાહન માટે આભારની લાગણી વ્યક્ત કરી છે.

Related Posts