fbpx
રાષ્ટ્રીય

સેનામાં મહિલાઓને પરમેનન્ટ કમિશન આપવાની પ્રક્રિયા ભેદભાવ ભરેલીઃ સુપ્રિમ

સમાજ પુરુષો માટે પુરુષો દ્વારા જ બનાવવામાં આવ્યો છે જાે આ નહિ બદલાય તો મહિલાઓને અવસાર નહિ મળી શકે

મહિલા સૈન્ય અધિકારીઓને સ્થાયી કમિશન આપવા મામલે સુપ્રીમ કોર્ટે સેનાને મોટો ઝટકો આપ્યો છે. શોર્ટ સર્વિસ કમિશનમાં પરમેનન્ટ કમિશન આપવા મામલે જસ્ટિસ ડી. વાઈ. ચંદ્રચુડની અધ્યક્ષતા વળી ખંડપીઠે આજે ર્નિણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે સમાજ પુરુષો માટે પુરુષો દ્વારા જ બનાવવામાં આવ્યો છે, જાે આ નહિ બદલાય તો મહિલાઓને સમાન અવસર નહિ મળી શકે.

જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે મહિલા અધિકારીઓને સેનામાં સ્થાયી કમિશન આપવા માટે એસીઆરએસની પદ્ધતિ ભેદભાવભરી અને મનમાની વાળી છે, આર્મીની આ પદ્ધતિ મહિલાઓને સ્થાયી કમિશન આપવાની સમાન તક નહીં આપી શકે. કોર્ટે સ્થાયી કમિશન માટે યોગ્ય મહિલા અધિકારીઓને ૨ મહિનાની અંદર પોસ્ટિંગ આપવાનો નિર્દેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે એસીઆર એટલે કે સર્વિસનો ગોપનીય રેકોર્ડ જાળવી રાખવાની પ્રક્રિયા વધુ પારદર્શી થાય, તેના મૂલ્યાંકનની પ્રક્રિયા નવેસરથી નક્કી કરવામાં આવે જેથી કોઈ અધિકારી સાથે ભેદભાવ ન થાય. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી ૨૦૨૦માં આપવામાં આવેલ પોતાના ચુકાદા છતાં સેનામાં અનેક મહિલા અધિકારીઓને ફિટનેસ અને અન્ય યોગ્યતા અને શરતો પૂર્ણ કરવા છતાં સ્થાયી કમિશન ન આપવાને ખોટું ગણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હી હાઇકોર્ટે આ મુદ્દે ૨૦૧૦માં પહેલો ચુકાદો આપ્યો હતો, ૧૦ વર્ષ વીતવા છતાં મેડિકલ ફિટનેસ અને શરીરના આકારના આધારે સ્થાયી કમિશન ન આપવું યોગ્ય નહીં. આ ભેદભાવપૂર્ણ અને અનુચિત છે.

કોર્ટે સેનાને નિર્દેશ આપ્યો છે કે તે એક મહિનાની અંદર મહિલા અધિકારીઓ માટે સ્થાયી કમિશન આપવા પર વિચાર કરે અને નિયત પ્રક્રિયાનું પાલન કરીને ૨ મહિનાની અંદરોઅંદર આ અધિકારીઓને સ્થાયી કમિશન આપે.

આ પહેલા ગત વર્ષે સુપ્રીમ કોર્ટે મહિલાઓને પરમેનન્ટ કમિશન આપવા માટે આદેશ કર્યો હતો. દિલ્હી હાઇકોર્ટે પણ વર્ષ ૨૦૧૦માં પન મહિલાઓને પરમેનન્ટ કમિશન આપવાનો આદેશ કર્યો હતો. પરંતુ ૨૮૪ માંથી માત્ર ૧૬૧ મહિલાઓને જ પરમેનન્ટ કમિશન આપવામાં આવ્યું હતું. આ લોકોને મેડિકલ ગ્રાઉન્ડ પર રિજેક્ટ કરવામાં આવ્યા હતા.

આજે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જેમને રિજેક્ટ કરવામાં આવી છે તેમને વધુ એક તક આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આર્મીનો મેડિકલ ક્રાઈટેરિયા યોગ્ય નહોતો. મહિલાઓ સાથે ભેદભાવ થયો છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે મહિલા અધિકારીઓ પોતાની નોકરીના દસમા વર્ષે જે મેડિકલ સ્ટાન્ડર્ડમાં હતી તેના હિસાબે જ તેમને આંકવામાં આવે.

Follow Me:

Related Posts