સેન્સેક્સે ૫૦ હજારની સપાટી ગુમાવી, નિફ્ટી ૩૦૬ના કડાકા સાથે ૧૪,૬૭૫ની ટૉચે કોરોનાના ભય વચ્ચે શેરબજાર ધડામઃ સેન્સેક્સમાં ૧૧૪૫ પોઇન્ટનો કડાકો
માર્કેટ કેપ ૪.૧ લાખ કરોડ રૂપિયા ઘટી, ટેક શેરોમાં ભારે વેચવાલી, સતત લીલા નિશાન સાથે દોડતા શેરમાર્કેટ પર કોરોનાના વધતા કેસોએ ચિંતા વધારી
આજે સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ભારે કડાકો નોંધાયો છે. સોમવારે કોરોના કેસ વધતા રોકાણકારોની ચિંતા વધારી છે. કોરોના કહેરના પગલે શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. બોમ્બે સ્ટોક એક્સચેંજની પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૧૪૫.૪૪ પોઈન્ટના ઘટાડા સાથે ૪૯૭૪૪.૩૨ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૩૦૬.૦૫ના ઘટાડા સાથે ૧૪૬૭૫.૭૦ના સ્તરે બંધ થયો હતો.
ઘટાડાના પગલે લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ ૪.૧ લાખ કરોડ રૂપિયા ઘટીને ૧૯૯.૮૮ લાખ કરોડ રૂપિયા થઈ છે. જે શુક્રવારે ૨૦૩.૯૮ લાખ કરોડ રૂપિયા હતી.
સેન્સેક્સ પર ડો.રેડ્ડી લેબ્સ, એમએન્ડએમ, ટેક મહિન્દ્રા, એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ડો.રેડ્ડી લેબ્સ ૪.૭૭ ટકા ઘટીને ૪૪૬૧.૮૫ પર બંધ રહ્યો હતો. એમએન્ડએમ ૪.૫૧ ટકા ઘટીને ૮૩૬.૯૦ પર બંધ રહ્યો હતો. જાેકે ર્ંદ્ગય્ઝ્ર, કોટક મહિન્દ્રા, ૐડ્ઢહ્લઝ્ર બેન્કના શેર વધીને બંધ રહ્યાં હતા. ર્ંદ્ગય્ઝ્ર ૧.૧૪ ટકા વધીને ૧૦૬.૩૦ પર બંધ રહ્યો હતો. ૐડ્ઢહ્લઝ્ર બેન્ક ૦.૬૪ ટકા વધીને ૧૫૪૮.૬૫ પર બંધ રહ્યો હતો.
એનએસઈમાં સૌથી વધારે ઘટાડો થયેલા શેરમાં આઈટીસી, એલએન્ડટી, આયશર મોટર્સ, એમએન્ડએમ, બજાજ ઓટો વગેરે સામેલ છે. જ્યારે ઓટો, એફએમસીજી, ફાર્મા શેરોમાં ભારે વેચાણ જાેવા મળ્યું હતું. તો મેટલ ઈંડેક્સમાં ૧ ટકાની મજબૂતી જાેવા મળી હતી. અંદાજીત ૯૯૬ શેરોમાં તેજી અને ૪૦૯માં ઘટાડો જાેવા મળ્યો હતો.
રૂપિયા સોમવારે ૭ પૈસાની મજબુતી સાથે અમેરિકા ડોલરના મુકાબલામાં ૭૨.૫૮ પર ખુલ્યો હતો. ગુરૂવારે રૂપિયો ૭૨.૬૫ પર બંધ થયો હતો. શુક્રવારે છત્રપતિ શિવાજી મહારાજની જયંતીના પગલે કરન્સી માર્કેટ બંધ રહી હતી..
ગયા સપ્તાહના અંતમાં સેંસેક્સ ૪૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫૧,૦૦૦ની નીચે બંધ થયો હતો. શુક્રવારે શેર બજારની ધીમી શરૂઆત રહી હતી. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ૧૫,૦૦૦ પોઈન્ટની નીચે રહ્યો હતો. બિઝનેસના અંતમાં સેંસેક્સ ૪૩૪.૯૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૦,૮૮૯.૭૬ના સ્તરે બંધ થયો હતો. જ્યાર નિફ્ટી ૧૩૭.૨૦ પોઈન્ટ ઘટાડા સાથે ૧૪,૯૮૧.૭૫ના સ્તરે બંધ થયો હતો.
Recent Comments