fbpx
બોલિવૂડ

સેલિના જેટલીના કેરેક્ટર પર ઉઠ્‌યા સવાલો, યુઝરની બિભસ્ત પોસ્ટથી ભડકી સેલિના જેટલી

બોલિવૂડ એક્ટ્રેસ સેલિના જેટલી બિન્દાસ શબ્દો માટે ફેમસ છે. સોશિયલ મીડિયા હોય કે પબ્લિક પ્લેસ તે દરેક મુદ્દા પર ખુલીને પોતાનો મત વ્યક્ત કરે છે. અત્યારે ભલે તે ફિલ્મી દુનિયાથી દૂર હોય પરંતુ ચાહકો તેની કમાલની એક્ટિંગને આજે પણ ભૂલ્યા નથી. અત્યારે તે શોબિઝ ઇન્ડસ્ટ્રીથી દૂર છે અને પોતાના લગ્ન જીવનને માણી રહી છે. આ દરમિયાન શખ્સે સેલિના અંગે કંઈક ખરાબ કૉમેન્ટ કરતા તે ભડકી ગઈ હતી અને તે શખ્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. શું છે આખો મામલો?… તે જાણો.. વાત જાણે એમ છે કે, કથિત ફિલ્મ સમીક્ષક ઉમૈર સંધુએ સેલિના જેટલી વિશે ટિ્‌વટર પર ખરાબ કૉમેન્ટ કરી હતી. તેણે કહ્યું કે, સેલિના જેટલી પિતા-પુત્ર (ફરદીન ખાન અને તેના પિતા ફિરોઝ ખાન) બંને સાથે સૂઈ ચૂકેલી બોલિવૂડની એકમાત્ર અભિનેત્રી છે. સેલિના જેટલીએ આ ટ્‌વીટ વાંચતા ગુસ્સે ભરાઈ હતી. સેલિના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અહીં તે દરેક મુદ્દા પર પોતાની વાત મન ખોલીને રજૂ કરતી જાેવા મળે છે.

ત્યારે આ વખતે તેણે તેના વિશે બીભત્સ કૉમેન્ટ કરનાર યુઝરને જડબાતોડ જવાબ આપ્યો છે. સેલિના જેટલીએ તરત જ જવાબ આપી ઉમૈરને ખખડાવી નાખ્યો હતો. સેલિનાએ આ ટ્‌વીટનો જવાબ આપતા લખ્યું, ડિયર મિસ્ટર સંધુ, હું આશા રાખું છું કે આ પોસ્ટ કરીને તમે મર્દ બની ગયા હશો અને તમારી ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સારવાર થઈ ગઈ હશે. જાેકે, તમારી સારવાર બીજી ઘણી રીતે થઈ શકે છે, જેમ કે ડોક્ટર પાસે જઈને. સેલિના બીભત્સ કૉમેન્ટ કરનાર યૂઝર સામે ઘણા ચાહકો રોષે ભરાયાં છે. સેલિનાએ તેને જાેરદાર જવાબ આપ્યા બાદ પોતાના ટિ્‌વટમાં ટિ્‌વટર સેફ્ટીને ટેગ કર્યું હતું. આ સાથે યૂઝર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સેલિના જેટલી જનાશીન ફિલ્મથી બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ફિરોઝ ખાન દિગ્દર્શિત આ ફિલ્મમાં સેલિનાએ ફરદીન ખાન સાથે સ્ક્રીન શૅર કરી હતી. આ પછી, તેણે ટોમ ડિક હેરી, અપના સપના મની મની મની, નો એન્ટ્રી અને ગોલમાલ રિટર્ન્સ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.

Follow Me:

Related Posts