બોલિવૂડ

સેલ્ફી લેવા આવેલા ફેન પર MC સ્ટેન ભડકયો, કરવા લાગ્યો ઝપાઝપી, ઘટના વિડીયોમાં કેદ

બિગ બોસ ૧૬ના વિજેતા એમસી સ્ટેન અત્યારના સમયે ખૂબ જ ચર્ચામાં છે. થોડા સમય પહેલા જ બજરંગ દળના કાર્યકરો શો દરમિયાન સ્ટેજ પર પહોંચ્યા હતા અને એમસી સ્ટેનને ધમકાવીને માર માર્યો હતો. ત્યારબાદ બિગ બોસ ૧૬ના કન્ટેસ્ટન્ટ અબ્દુ રોજિક સાથે એમસી સ્ટેન ફાઇટ ચર્ચામાં હતી. આ બધાની વચ્ચે તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે એક ફેન (એમસી સ્ટેન ફિઝિકલ ફાઇટ) સાથે ઝપાઝપી કરતો જાેવા મળી રહ્યો છે.

ઈન્ટરનેટ પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એમસી સ્ટેનના આ વીડિયોએ બધાને ચોંકાવી દીધા છે. અહેવાલ અનુસાર આ ઘટના સ્ટેન ઇવેન્ટ છોડીને જઇ રહ્યો હતો અને ફેન્સ તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. શું છે વીડિયોમાં?.. વીડિયોમાં જાેઈ શકાય છે કે, આંખના પલકારામાં એમ.સી.સ્ટેન પિત્તો ગુમાવ્યો હતો અને ભીડમાંના કોઈ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. તેના આ વર્તનથી તેના સોશિયલ મીડિયા યુઝર્સને આશ્ચર્ય થયું છે. માનવામાં આવી રહ્યું છે કે આ વીડિયો નાગપુરમાં ૧૮ માર્ચના રોજ થયેલા તેના કાર્યક્રમનો છે. જાે કે, સ્ટેનની ટીમે આ અંગે કંઇ કહ્યું નથી, પરંતુ ફેન્સ તેની આ હરકતથી નિરાશ છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર અનેક દલીલો શરૂ થઈ છે.

આ દરમિયાન સ્ટેન અને અબ્દુ વચ્ચે મારામારીના અહેવાલોએ ચકચાર જગાવી છે. જ્યારથી અબ્દુએ એમસી સ્ટેન સાથેની પોતાની લડાઈ અંગે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ત્યારથી આ વિવાદ ચર્ચામાં છે. અબ્દુએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે એમસી સ્ટેનના બદલાયેલા વર્તનથી તે દુઃખી થયો છે. જાે કે, સ્ટેને આ બાબતે મૌન સેવ્યું છે, પરંતુ તેના ફેન્સ અબ્દુ પર ગુસ્સે થઇ ગયા છે. આવી સ્થિતિમાં બંનેના ચાહકો એકબીજા દલીલો કરી રહ્યા છે.

Follow Me:

Related Posts