fbpx
અમરેલી

સેવાની સરવાણી વહાવતી નગરી સુરતમાં સ્વ.સુનિતાબેન ગેજેરા ની પૂણ્યતિથિ પર ગજેરા ટ્રસ્ટ દ્વારા રકતદાન સહિતની સેવાપ્રવૃતિ

.

– ગજેરા વિધાભવનના મેને.ટ્રસ્ટી તથા કેળવણીકાર માન.ચૂનીભાઈ ગજેરાના ધર્મપત્ની સ્વ.સુનિતાબેન ગજેરાની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ પર ગજેરા ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાપ્રવૃતિ કરાઈ .

→ સમગ્ર જનમાનસને ઉતમ સેવા – પ્રેરણામળે તેવા આશય થી અમારા ગજેરા ટ્રસ્ટ દ્વારા વખતોવખત રકતદાન શિબિર , ગાયોને નિરણ , નિઃશુલ્ક સર્વરોગ નિદાન – સારવાર કેમ્પ , આયતિના સમયે ફુડપેકેટ તથા રાશકિટ વિતરણ કરાય છે . – ચૂનીભાઈ ગજેરા , ટ્રસ્ટી ગજેરા ટ્રસ્ટ

– સુરત વતનના રતન , કેળવણીકાર , આંતરરાષ્ટ્રીય ઉધોગપતિ માન.વસંતભાઈ ગજેરા સ્થાપિત શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ – સુરત દ્વારા સમગ્ર ગુજરાત માં વિવિધ શેક્ષણીક સંસ્થા ઓનું સંચાલન તથા વિવિધ સેવાપ્રવૃતિ કરવામાં આવે છે તેનો ભાગ સ્વરૂપે ગજેરા વિધાભવન કતારગામ , ઉતરાણ તથા સરિગામ વિધાપીઠના મેને.ટ્રસ્ટી , કેળવણીકાર માન.ચૂનીભાઈ ગજેરાના ધર્મપત્ની સ્વ.સુનિતાબેન ગજેરા ની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ પર ગજેરા ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય માન.વી.ડી.ઝાલાવાડીયાની વિશેષ ઉપસ્થિતીમાં મેગા રકતદાન શિબિરનું આયોજન કરીને સામાજિક ઉતરદાયિત્વનું ઉતમ પ્રેરણાદાપી સેવાકાર્ય કરવામાં આવ્યું હતું . સ્વ.સુનિતાબેન ગજેરાની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ પર આયોજિત રકતદાન શિબિર ને તથા સેવા પ્રવૃતિને પ્રોત્સાહન આપવા સુરતના ધારાસભ્ય માન.વી.ડી.ઝાલાવાડીયા , કાઉન્સિલરશ્રી વિપુલભાઈ મોવલીયા , અરવિંદભાઈ કિકાણી , મુકેશભાઈ સાકરીયા , ભરતભાઈ માલાણી , ગજેરા ટ્રસ્ટના સ્થાયક ટ્રસ્ટી માન.ચૂનીભાઈ ગજેરા , બકુલભાઈ ગજેરા , કુ.કિંજલ ગજેરા , નિતિનભાઈ ગજેરા , શ્રીમતિ રશ્મિબેન ગજેરા , હસમુખ કાનપરીયા , હરિભાઈ કથિરીયા , નરેશભાઈ ધામી , મુકેશભાઈ કથિરીયા વિ.મોટી સંખ્યામાં આગેવાનો તથા રકતદાતાઓ હાજર રહયા હતા , આતકે મુખ્ય આયોજક તથા ગજેરા ટ્રસ્ટ – સુરતના ટ્રસ્ટી શૂનિભાઈ ગજેરા એ જણાવ્યું હતુ કે સમગ્ર જનમાનસમાં માનવતા તથા સેવાસંદશે પ્રસરે એવા આશયે અમારા ગજેરા ટ્રસ્ટ દ્વારા વખતોવખત વિવિધ સેવાપ્રવૃતિ કરવામાં આવે છે .

Follow Me:

Related Posts