fbpx
સૌરાષ્ટ - કચ્છ

સેવાભાવી અગ્રણી રમેશભાઈ ઠકકર જન્મદિનની સેવામય ઉજવણી એન્જલ પમ્પસ પ્રા.લી મેટોડા દ્વારા થેલેસેમીયા પીડીત બાળ દર્દીઓ માટે રકતદાન કેમ્પ યોજાયો ૨કતદાન કેમ્પમાં ૧૦૧ રક્તદાતાઓએ પોતાના અમુલ્ય રકતનું દાન કરીને મહામુલી માનવ જીંદગી બચાવવામાં સહભાગી બન્યા

રાજકોટ પ્રવર્તમાન ઉનાળાની ગરમીની સીઝનમાં રકતની જરૂરીયાત ઉભી થઈ છે. હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને તેવી વિનંતી છે. રકતદાન કરી અમુલ્ય મહામુલી માનવ જીંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી હતી. રાજકોટની હોસ્પિટલો ખાતે સમગ્ર સૌરાષ્ટ્રનાં દર્દીઓ, થેલેસેમીયા પિડીત બાળકો નિઃશુલ્ક સારવાર માટે આવે છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારનાં બ્લડ ગ્રુપની તાતી જરૂરીયાત છે. રાજકોટનું સેવા જગતનું ગૌરવ, ગૌ પ્રેમી તથા અનેક સેવાકીય સંસ્થાઓ સાથે તન, મન, ધનથી સંકળાયેલા રમેશભાઈ ઠકકરના ૭૩ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયાં છે ત્યારે તેમના જન્મદિનની સેવામય ઉજવણી થવા જઈ રહી છે એન્જલ પમ્પસ પ્રા.લી. ના શિવલાલભાઈ આદ્રોજા, કિરીટભાઈ આદ્રોજા, અશ્વિનભાઈ આદ્રોજા, જગુભાઈ આદ્રોજા, ધ્રુવભાઈ આદ્રોજા હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે, એન્જલ પમ્પસ (પ્રા.)લીમીટેડ મેટોડા ખાતે રકતદાન કેમ્પ યોજાયો હતો. તથા દરેક સંસ્થાઓ, દરેક ફેક્ટરીઓ દરેક સેવાભાવી ગ્રુપોને આ કેમ્પમાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી. આ રકતદાન કેમ્પમાં ૧૦૧ રક્તદાતાઓએ પોતાના અમુલ્ય રકતનું દાન કરીને મહામુલી માનવ જીંદગી બચાવવામાં સહભાગી બન્યા હતા. ઉનાળાની ગરમીની સીઝનમાં રકતદાન કેમ્પો સાવ ન્યુનતમ થવાના છે. આ તકલીફનાં આંશીક નિવારણ માટે અને થેલેસેમીયા પીડીત બાળકો તથા અન્ય જરૂરીયાત મંદોનાં જીવન બચાવવા આ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ રકતદાતાઓને પ્રમાણપત્ર તેમજ ભેટ અર્પણ કરી પ્રોત્સાહીત કરાયા હતાં. આ રકમદાન કેમ્પમાં મેટોડા જી.આઈ.ડી.સી.ના પ્રમુખ નરેન્દ્રભાઈ, મુકેશભાઈ દોશી, વિજયભાઈ ડોબરીયા, ધીરૂભાઈ કાનાબાર, અશોકભાઈ કડવાણી, ડો. મયંક ઠકકર, ગૌરાંગભાઈ ઠકકર, જી.એમ. વાલ્વના મિતલભાઈ, સુનીલભાઈ વોરા, નલીનભાઈ તન્ના, એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણી, પાર્થભાઈ ગણાત્રા તથા અનેક સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહયાં હતાં.

Follow Me:

Related Posts