fbpx
અમરેલી

સેવા સપ્તાહ અંતર્ગત એક હજાર મહિલાઓને રોજગારી આપવાનો નિર્ધાર : ભાવના ગોંડલીયા

કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈ મોદીના સાત વર્ષ સુશાસન ને લઈને સમગ્ર દેશમાં સેવા સપ્તાહ ના માધ્યમથી ઉજવણી થઈ રહી છે ત્યારે અમરેલીમાં હંમેશા કંઈક નવું કરવાની પહેલ કરતા સહકારી અગ્રણી શ્રી ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ અને કન્ઝ્યુમર કો-ઓપરેટિવ સોસાયટીના ચેર પર્સન તેમજ ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના મંત્રી ભાવનાબેન ગોંડલીયા દ્વારા અમરેલી ખાતે સેવા સંગઠન સેવા સપ્તાહ અન્વયે આત્મનિર્ભર મહિલા યોજના નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રી દિપીકાબેન સરડવા ઉપસ્થિત રહ્યા હતા.      

 તેઓએ જણાવેલ હતું કે આ યોજના ના માધ્યમથી હજારો મહિલાઓ ને રોજગારી મળશે અને તે સ્વનિર્ભર બની શકશે મહિલાઓ આત્મનિર્ભર હશે તો જીવનમાં બીજી કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો નહીં પડે .આ તકે તેઓએ સંસ્થાના તમામ ડિરેક્ટરોને શુભેચ્છાઓ પાઠવી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજનાના માધ્યમથી અમરેલી જિલ્લામાં હજારો મહિલાઓ ને રોજગાર મળી શકશે.  સંસ્થાના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયા જણાવ્યું હતું કે જે મહિલાઓના ઘરે જગ્યા હશે મહેનત કરવાની ઈચ્છા હશે તેઓને ભાગ્યલક્ષ્મી ક્રેડિટ સોસાયટી દ્વારા કન્ઝ્યુમર સ્ટોર ખોલી આપવામાં આવશે. જેમાં વગર રોકાણે મહિલાઓ વ્યાપાર કરી શકશે. સાથે સાથે જે મહિલાઓ ઘરે બેસીને એમના સમયે કલાક બે કલાક કે પાંચ કલાક કામ કરવા માંગતી હોય તેઓના માટે પાપડ ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યું જેમાં 1 કિલો લોટના પાપડ વણવા થી રૂપિયા ૩૫ જેવી મજુરી ચૂકવવામાં આવશે. જેમાં મહિલાઓ એક દિવસની તાલીમ લઇને જોડાઈ શકશે દરેક બહેનોને રોજેરોજ પૈસાની જરૂર હોય તેવી બહેનને રોજ પગાર કરવામાં આવશે હાલ અમરેલી જિલ્લામાં બીજા કોઈ ઉદ્યોગો ન હોય એવા સમયે પાપડ ઉદ્યોગ મહિલાઓ માટે સંજીવની બની રહ્યો છે. ખૂબ જ ટૂંકા સમયમાં ૩૦૦ ઉપરાંત મહિલાઓ જોડાઇ ચૂકી છે ત્યારે ૧૦૦૦ જેટલી મહિલાઓને જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે જે ગામ કે વિસ્તારમાં 30થી વધારે બહેનો થશે ત્યાં સેન્ટર પર ખોલવાનું નક્કી કરવામાં આવ્યું છે જેનાથી બેનોએ લાંબા રૂટમાં ધક્કો ખાવા ના પડે .           

આ તકે પ્રોત્સાહિત કરવા માટે પ્રદેશ મહિલા મોરચાના મહા મંત્રી શ્રીમતી વીણાબેન પ્રજાપતિ, તેમજ અમરેલી જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયા, અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રજ્ઞાબેન સાવલિયા ,અમરેલી જીલ્લા પંચાયત ના આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી કંચનબેન ડેર ,અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અલકાબેન ગોંડલીયા, ભાગ્ય લક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટીના ડિરેક્ટર અનસુયાબેન શેઠ, નીતાબેન ચત્રોલા, રેખાબેન પરમાર, અમરેલી નગરપાલિકા શિક્ષણ સમિતિના સભ્યો નિકુ બેન પંડ્યા, અમર ડેરીના ડિરેક્ટર અરુણાબેન માલાણી ,રેખાબેન કાકડીયા, કોમલબેન રામાણી તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમમાં સાવરકુંડલા ખાતે ઉષાબેન ગોસ્વામી પ્રથમ કન્ઝ્યુમર સ્ટોર ની ચાવી મહાનુભાવોના હસ્તે આપવામાં આવી હતી કન્ઝ્યુમર સ્ટોર તેમજ પાપડ ઉદ્યોગ દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બનશે

Follow Me:

Related Posts