ભાવનગર

સેવા સેતુના ઉપક્રમે ભાવનગર બોટાદ જિલ્લા ની સ્વૈચ્છીક સંસ્થાઓ માટે તાલીમ શિબિર યોજાય ગઈ

ભાવનગર સેવા સેતુના ઉપક્રમે ભાવનગર બોટાદ જિલ્લા ની સ્વૈચ્છીક સંસ્થાઓ માટે તાલીમ શિબિર યોજાય ગઈ…..

શિશુવિહાર સંસ્થાના યજમાન પદે યોજાયેલ કાર્યક્રમમાં ભાવનગર યુનિવર્સીટીના પૂર્વ કુલપતિ અને સમાજ વિજ્ઞાની ડો. વિદ્યુતભાઈ જોષી એ બદલાતા સંજોગોમાં સ્વૈચ્છિક સંસ્થાની ભૂમિકા થી સહુને માહિતગાર કર્યા હતા.. આ પ્રસંગે સેવા સેતુ કારોબારી સભ્ય ડૉ. પ્રકાશભાઈએ હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના સંદર્ભમાં સી. એસ.આર. વિષયે સ્વૈચ્છિક સંસ્થાઓને માહિતી આપી હતી..

50 થી વધુ સંસ્થા પ્રતિનિધિઓને ભાવનગરના ચાર્ટડ અકાઉન્ટ નું શ્રી મનોજભાઈ સંઘવીએ સંસ્થા સંચાલન માટે ઇનકમ ટેક્સ , અકાઉન્ટ તથા ચેરિટી એકટના પાલનની અનિવાર્યતા જણાવેલ…

શિશુવિહાર સંસ્થા વતી ડૉ. નાનકભાઈ ભટ્ટએ સહુને સ્વાગત અને ભોજન તથા ચા- નાસ્તાની વ્યવસ્થા કરી હતી… સેવા સેતુના ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમનું સંકલન પ્રા. ડૉ. નેહલભાઈ ત્રિવેદીએ કર્યું હતું…

Related Posts