અમરેલી

સેવા સેતુ કાર્યક્રમઃ ૧૦મો તબક્કો – રાજ્ય સરકારની વિવિધ સેવાઓનો લાભ મેળવી શકશે ગ્રામજનો

રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ નાગરિકોને સતત મળે, વહીવટી પારદર્શિતામાં ઉમેરો થાય અને નાગરિકોને તેમના વસવાટ-રહેઠાણ નજીકના વિસ્તારમાં સેવાઓનો લાભ પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.રાજ્ય સરકારની વિવિધ સેવાઓનો લાભ નાગરિકોને ઘર આંગણે જ મળી રહે તે માટે આગામી તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ થી તા.૩૧ ઓકટોબર, ૨૦૨૪ દરમિયાન ૧૦મા તબક્કાના સેવા સેતુના કાર્યક્રમનું આયોજન રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં લીલીયા ગામે તા.૧૭ સપ્ટેમ્બર,૨૦૨૪ના રોજ શ્રી લીલીયા કન્યાશાળા પે સેન્ટર-૦૨ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.જેમાંલીલીયા, ગોઢાવદર, પુંજાપાદર, સલડી, પુતળીયા, આંબા, કણકોટમોટા, જાત્રોડા, અંટાળીયા, બોડીયા, ભેંસાણ, પીપળવા, સનાળીયા, ભેંસવડી, વાઘણીયા ગામના નાગરિકોને આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ મળશે.લીલીયા તાલુકાનો બીજો સેવા સેતુ કાર્યક્રમ, તા.૫ ઓકટોબર, ૨૦૨૪ ના રોજ ક્રાંકચ માધ્યમિક શાળા ખાતે યોજાશે. ખાનપર, ક્રાંકચ, બવાડી, બવાડા, ઈંગોરાળા, ભોરીંગડા, કુતાણા, ટીંબડી, શેઢાવદર, લીલીયા નાના, લોંકા, લોંકી ગામના ગ્રામજનોને આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ મળશે.

તા.૨૪ ઓકટોબર, ૨૦૨૪ના રોજ ગુંદરણ પ્રાથમિક શાળા ખાતે યોજાનાર સેવા સેતુ કાર્યક્રમનોગું દરણ,  પાંચતલાવડા,  એકલેરા,  હરીપર,  હાથીગઢ, ખારા, કલ્યાણપર, નાના રાજકોટ, નાના કણકોટ, ઢાંગલા, સાજણટીંબા ગામના ગ્રામજનોને આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ મળશે. તેમ લીલીયતા તાલુકા મામલતદારશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts