અમરેલી

સેવા સેતુ કાર્યક્રમઃ ૨૦૨૪ – જનકલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ ઘરઆંગણે

રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી ઘરઆંગણે મળી રહે અને તેમને ઓછામાં ઓછી મુશ્કેલી થાય તેવા પારદર્શી અભિગમ તેમજ સુશાસન નેમ સાથે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમના ૧૦મા તબક્કાનો રાજયવ્યાપી પ્રારંભ થયો છે. મહત્વનું છે કે, આગામી તા.૩૧ ઓક્ટોબર સુધી રાજયભરમાં યોજાનાર આ સેવા સેતુ કાર્યક્રમના ૧૦મા તબક્કા અંતર્ગત તાલુકા દીઠ ૩ અને નગરપાલિકા-મહાનગરપાલિકા દીઠ બે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ૫૫ જેટલી જનકલ્યાણલક્ષી સેવા-સુવિધા સેવા સેતુમાં નાગરિકોને સ્થળ પર પૂરી પાડવાનો ઉદ્દેશ્ય છે.સેવા સેતુ કાર્યક્રમ એ રાજ્ય સરકારના જનકલ્યાણલક્ષી અભિગમનું એક પરિમાણ છે. સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોની અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક રીતે ઉકેલ આવી રહ્યો છે.

તાજેતરમાં જિલ્લાના કુંકાવાવ-વડીયા તાલુકાનો સેવા સેતુ કાર્યક્રમ-૨૦૨૪ યોજાયો હતો, કાર્યક્રમમાં રાજય સરકારની વિવિધ યોજનાઓ અન્વયે અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.ડાયાબિટીઝ અને બ્લડ પ્રેશર ચકાસણી થયા બાદ ૩૩ આરોગ્ય કલ્યાણ કાર્ડ માટે કાર્યવાહી કરવામાં આવી હતી. ડીવમીંગની ૧૧૯૨ અરજીઓ બાબતે ૧૦૦ ટકા અરજીઓનું નિવારણ લાવવામાં આવ્યું હતું. પશુપાલક લાભાર્થીઓના ૪૮૦ પશુઓનું રસીકરણ, ૩૫૮ પશુઓને સારવાર સહિતની કામગીરી કરવામાં આવી.૩૯ લાભાર્થીઓને આવકના દાખલા, ૨૮ જન્મ મરણ પ્રમાણપત્રો, ૨૫ લાભાર્થીઓને રાશન કાર્ડ નામ દાખલ, આઇસીડીએસ અન્વયે ૧૦ બાળકોની આધાર નોંધણી, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના અન્વયે ૭ લાભાર્થીઓની અરજી, નવા રાશન કાર્ડમાં નામ સુધારણા અને કમી કરવા ૪ અરજી બાબતે હકારાત્મક નિકાલની કામગીરી કરવામાં આવી હતી.રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ આવી રહ્યું છે. રાજ્ય સરકારના પારદર્શી અભિગમ સુશાસન વ્યવસ્થા અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ દ્વારા નાગરિકોની વિવિધ સમસ્યાઓનું નિવારણ અરજદારોને ત્વરાએ મળી રહે તે માટે પારદર્શી શાસન વ્યવસ્થા કાર્યરત છે.

Follow Me:

Related Posts