અમરેલી

સેવા સેતુ કાર્યક્રમમાં શહેરી વિસ્તારમાં ૭૧૧ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૧૦૭  સહિત ૧,૧૧૮  અરજીઓનો સ્થળ પર નિકાલ

રાજ્ય સરકાર પારદર્શી અને પ્રજાલક્ષી નિર્ણયો થકી વિકાસ કાર્યો કરી રહી છે. સેવા સેતુનો પ્રારંભ થતાં અમરેલી જિલ્લાના અમરેલી અને ધારી તાલુકાના ચલાળા, લાઠી તાલુકા અને  સહિતની નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેને વ્યાપક જનપ્રતિસાદ મળ્યો હતો. મહત્વનું છે કે,  નાગરિકોને જુદી – જુદી સેવાઓ ઘરઆંગણે મળી રહે તે હેતુથી યોજવામાં આવતા આ સેવા સેતુ કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકામાં ૪૧૩, ચલાળા નગરપાલિકામાં ૨૯૮ સહિત શહેરી વિસ્તારમાં ૭૧૧  તેમજ ધારી ગ્રામ્ય વિસ્તારમાં ૪૧૦, લાઠી ગ્રામ્ય વિસ્તારમાં ૬૯૭  સહિત  અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો છે.

Related Posts