ગુજરાત

સે.૧૧માં ગેરકાયદે બિલ્ડિંગમાં ભ્રષ્ટાચાર મુદ્દે નવા મ્યુ.કમિ.ને પૂર્વ કોર્પોરેટરે રજૂઆત કરી

ગાંધીનગરનાં પૂર્વ મેયર રીટાબેન પટેલના સેકટર ૧૧ માં આવેલા ગેરકાયદેસર બિલ્ડીંગ તેમજ મેયર ગ્રાન્ટ માં બનાવવામાં આવેલા પ્રિ કાસ્ટ બસ સ્ટેન્ડ કામમાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચારની સામે તાત્કાલિક પગલાં ભરવા નવ નિયુકત મ્યુનિસિપલ કમિશનરને પૂર્વ મહિલા કોર્પોરેટર ધ્વારા રજૂઆત કરવામાં આવી છે.

ગાંધીનગરનાં પૂર્વ મેયર રીટાબેન પટેલના સેકટર ૧૧નાં બિલ્ડીંગમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવા ઉપરાંત પૂર્વ મેયર દ્વારા પોતાની ગ્રાન્ટ નો દુરુપયોગ કરી શહેરમાં બાંધવામાં આવેલા પ્રિ કાસ્ટ બસ સ્ટેન્ડ માં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ વધુ એક વખત વોર્ડ ૬ નાં પૂર્વ કોર્પોરેટર પિંકી પટેલ ધ્વારા નવ નિયુકત મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી છે. આ માટે પિંકી પટેલે અગાઉ કમિશનરને મળીને પૂર્વ મેયર નાં કથિત ભ્રષ્ટાચાર ની પોલ પણ ખોલી દેવામાં આવી હતી.

ત્યારે ફરી એક વખત પિંકી પટેલે કમિશનરને લેખિતમાં પત્ર લખીને ઘટતી કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે ઉપરોક્ત બન્ને બાબતો માટે હાઈકોર્ટમાં તેમના દ્વારા પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. આ અંગે અનેક ફરિયાદો કરવા છતાં પૂર્વ મેયર સામે કોઈ પગલા ભરવામાં નહીં આવતાં આખરે હાઈકોર્ટ માં પીઆઈએલ દાખલ કરવાની ફરજ પડી છે.

Related Posts