સૈફે મોટી દીકરી સારા સાથે પણ નાનકડું બર્થડે સેલિબ્રેશન કર્યું, નાના ભાઈને વહાલ કરતી જાેવા મળી એક્ટ્રેસ
બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન આજે (૧૬ ઓગસ્ટ) ૫૧મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યો છે. બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે સૈફ પત્ની કરીના કપૂર અને દીકરાઓ તૈમૂર-જહાંગીર સાથે માલદીવ્સ પહોંચી ગયો છે. જાેકે, માલદીવ્સ જતાં પહેલા સૈફે મોટી દીકરી સારા અલી ખાન સાથે પણ નાનકડું સેલિબ્રેશન કર્યું હતું. ૧૨ ઓગસ્ટે સારા અલી ખાનનો બર્થ ડે હતો ત્યારે તે કેક અને હેપી બર્થ ડે સારા લખેલા બલૂન્સ સાથે પિતાના ઘરે પહોંચી હતી. ત્યારે પિતા-પુત્રીની બર્થ ડેનું સાથે સેલિબ્રેશન થયું હોય તેવું લાગી રહ્યું છે. સૈફના બર્થ ડે પર સારાએ સેલિબ્રેશનની તસવીરો શેર કરીને પિતાને શુભકામના પાઠવી છે.
સારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે. જેમાંથી એકમાં સૈફ-કરીના, સારા અને જહાંગીર જાેવા મળી રહ્યા છે. તસવીરમાં નાનકડો જહાંગીર દીદી સારાને વિસ્મયથી તાકતો જાેવા મળી રહ્યો છે. ટેબલ પર કેક મૂકેલી જાેઈ શકાય છે. બીજી તસવીરમાં પિતા-પુત્રીની જાેડી કેક સાથે પોઝ આપી રહી છે. સૈફના હાથમાં હેપી બર્થ ડે સારા લખેલા બલૂન્સ જાેઈ શકાય છે. સારાએ આ તસવીરો શેર કરતાં લખ્યું, “હેપીએસ્ટ બર્થ ડે અબ્બા. મારા સુપરહીરો, મારા સૌથી સ્માર્ટ ફ્રેન્ડ, સૌથી સારા સંવાદ કરનારા, સૌથી કૂલ ટ્રાવેલ બડી અને મારી સપોર્ટ સિસ્ટમના સૌથી મહત્વના ભાગ બનવા માટે આભાર. લવ યુ.”
Recent Comments