સૈફ અલી ખાન અને અર્જુન કપૂરની ફિલ્મ ભૂત પોલીસ રિલીઝ થઇ છે જે લોકોને પસંદ પડી છે. કહેવાય છે કે, આ ફિલ્મની સિકવલની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સૈફની આગામી ફિલ્મ પ્રભાસ સાથેની આદિપુરુષ છે. જેમાં તે ફરી નેગેટિવ રોલ ભજવતો જાેવા મળવાનો છે. સૈફ અલી ખાન હાલ એક પછી એક પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. તેની આગામી ફિલ્મ ફરહાન અખ્તર સાથેની છે. રિતેશ સિધવાની નિર્મિત ફિલ્મ ફાયરમાં આ બન્ને કલાકાર સાથેજાેવા મળવાના છે. સૈફ અલી ખાને સૌશિયલ મીડિયાના એક પોર્ટલ સાથેની વાતચીત દરમિયાન પોતાની આવનારી ફિલ્મ વિશે જણાવ્યું હતું. સૈફ અલી ખાને સોશિયલ મીડિયાના એક પોર્ટલ સાથેની વાતચીત રમિયાન જણાવ્યું હતું કે,હું છેલ્લા ઘણા સમયથી એકસેલ સાથે કામ કરવાનું વિચારી રહ્યો હતો. આ જ કારણે મેં તેની એક ફિલ્મની ઓફર આવી તો સાઇન કરી લીધી છે. આ ફિલ્મનું નામ ફાયર હશે. હું અને ફરહાન અખ્તર આ ફિલ્મમાં સાથે કામ કરવાના છે. જાે આમ થશે તો, રિતેશ સાધવાની અને ફરહાન અખ્તર સાથે કામ કરશે.
સૈફ અલી અને ફરહાન અખ્તર સાથે કામ કરતા જાેવા મળશે

Recent Comments