fbpx
ગુજરાત

સોનગઢના ઉકાઈનું બસ સ્ટેન્ડ નવુ બનાવવા સ્થાનિકોની માંગ

ગુજરાત રાજ્ય ના સહુ થી મોટા બહુહેતુક બંધ ગણાતા ઉકાઈ ના વર્કશોપ બજાર ખાતે મુસાફરોની સુવિધા માટે સિંચાઇ વિભાગ દ્વારા નાનકડું પીક અપ બસ સ્ટેન્ડ નું નિર્માણ કરવામાં આવ્યું છે.જાે કે આ બસ સ્ટેન્ડ માં કોઈ પણ જાત ની સુવિધા ઉપલબ્ધ નથી જેથી એ માત્ર શોભા ના ગાંઠ્‌યા સમાન હોય મુસાફરો તેનો ઉપયોગ કરતા નથી.ઉકાઈ વર્કશોપ બજાર ખાતે થી ગુજરાતના સુરત, વડોદરા,અમદાવાદ સહિત તમામ મોટા શહેરોમાં આવવા જવા માટે એસ ટી નિગમ દ્વારા બસની સુવિધા આપવામાં આવી છે અને જેથી આ સ્ટેન્ડ પર સારા એવાં પ્રમાણ માં મુસાફરોની અવરજવર રહેતી હોય છે.આ સ્ટેન્ડ પર થી રાજ્ય ના દરેક ખૂણા એ જવા માટે બસ મળી રહે છે અને નજીક આવેલી ઉર્જા નગર કોલોની માંથી પણ દર રોજ સેકડો મુસાફરો અવરજવર કરતાં હોય છે

પરંતુ હાલ ના સ્ટેન્ડ પર એમને બેસવા માટે કોઈ સરખી સુવિધા નથી. યોગ્ય પ્લેટફોર્મ ના અભાવે એસ ટી ની બસો ગમે ત્યાં ઉભી રહે છે જેથી મુસાફરો એ સર સામાન સાથે આમ તેમ દોડા દોડી કરવી પડતી હોય છે.પાણી સંગ્રહ બાબતે ઉકાઈ નું નામ જ્યારે આખા ગુજરાતમાં જાણીતું છે ત્યારે એનું બસ સ્ટેન્ડ કદાચ ગામડાં માં હોય તેના કરતાં પણ નાનું અને સુવિધા વગર નું છે.આ અંગે સ્થાનિક લોકો અને મુસાફરો એ સિંચાઇ વિભાગ દ્વારા ઉકાઈ ખાતે અદ્યતન સુવિધા યુક્ત બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી અને તેની રજુઆત રાજ્ય સરકારમાં કરી છે.સોનગઢ તાલુકાના ઉકાઈ ખાતે આવેલ વર્કશોપ બજાર નજીક સિંચાઇ વિભાગ દ્વારા નાનકડું પીક અપ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે પરંતુ આ સ્થળે કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોય મુસાફરો એનો ઉપયોગ કરતા નથી.આ સ્થળે મુસાફરો માટે સુવિધા યુક્ત અદ્યતન બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તેવી માંગ ગાંધીનગર કક્ષા એ થઈ છે.

Follow Me:

Related Posts