ભાવનગર

સોનગઢમા શાળાકીય કબડ્ડી અન્ડર ૧૪,૧૭,૧૯ ભાઈઓ-બહેનો જિલ્લાકક્ષા (ગ્રામ્ય) સ્પર્ધા ૨૦૨૪-૨૫ યોજાઇ

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર અને ભાવનગર જિલ્લા રમતગમત અધિકારી દ્વારા સંચાલિત (SGFI) શાળાકીય કબડ્ડી જિલ્લાકક્ષા (ગ્રામ્ય) અન્ડર 14,17,19 ભાઈઓ-બહેનો ભાવનગર ગ્રામ્ય સ્પર્ધા- 2024-25″ નું તા. તા. ૦૬/૦૮/૨૦૨૪ થી ૦૭/૦૮/૨૦૨૪ શ્રી વિવિધલક્ષી ગુરુકુળ, સોનગઢ મુકામે આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ભાવનગર ગ્રામ્યની વિવિધ શાળાઓના ૬૨૪ થી વધુ રમતવીરોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. રમતવીરોને પ્રોત્સાહિત કરવા શાળાના આચાર્યશ્રી, વ્યાયામ સંઘ અધ્યક્ષશ્રી , પ્રમુખશ્રી, મંત્રીશ્રી, તેમજ જિલ્લા
રમતગમત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આવનાર સમયમાં આ સ્પર્ધામાંથી પસંદ થયેલા સ્પર્ધકો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.
જેમાં વય ગ્રુપ અન્ડર-૧૪ ભાઈઓ પ્રથમ સ્વામી વિવેકાનંદ સ્કુલ. ટાણા,શિહોર, વય ગ્રુપ અન્ડર-૧૭ ભાઈઓ પ્રથમ જય જનની બપાડા તળાજા, વય ગ્રુપ અન્ડર-૧૯ ભાઈઓ પ્રથમ એમ.એસ.રોયલા ભુંભલી ,ભાવનગર. તથા વય ગ્રુપ અન્ડર-૧૪ બહેનો પ્રથમ શ્રી શારદા મંદિર હાઈસ્કુલ દેવલી-તળાજા, વય ગ્રુપ અન્ડર- ૧૭ બહેનો પ્રથમ શ્રી સ્વામી વિવેકાનંદ સ્કુલ-ટાણા,તા.શિહોર વય ગ્રુપ અન્ડર-૧૯ બહેનો પ્રથમ શ્રી વિધોદય વિદ્યાસંકુલ નવા રતનપર –ભાવનગર વિજેતા થયા છે.

Related Posts