સોનગઢ નજીક મોટા સુરકા ગામ પાસે આગ
ગરમીનાં વાતાવરણ વચ્ચે સોનગઢ નજીક મોટા સુરકા ગામ પાસે નદીનાં સુકા ભાગમાં કોઈ કારણસર આગ લાગી હતી. અહીંયા સિહોર અગ્નિ શમન ટુકડી દ્વારા થયો પાણીનો છંટકાવ કરાયો હતો. ભાવનગર રાજકોટ ધોરી માર્ગ ઉપર સોનગઢ નજીક મોટા સુરકા ગામ પાસે નદીનાં સુકા ભાગમાં બપોર બાદ ૪ વાગ્યા આસપાસ આગ લાગી હતી. આ નદીનાં ભાગ પાસે લાગેલી આગથી બાજુમાં જ રહેલાં પેટ્રોલ પંપનાં માણસો દોડ્યાં હતાં અને એક બીજાને જાણ થતાં સિહોર નગરપાલિકા અગ્નિ શમન ટુકડી બે ગાડી સાથે દોડી આવી હતી અને પાણીનો છંટકાવ કર્યો હતો. ભારે ગરમીનાં આ વાતાવરણ વચ્ચે ઓચિંતા કોઈ તિખારા ઉડવાથી કે અન્ય રીતે નદીનાં ભેખડ તથા પટ વિસ્તારમાં લાગેલી આગથી સૂકું ઘાસ અને ઝાંખરા ભસ્મીભૂત થયાં હતા.
Recent Comments