સોનમ કપૂરના સાસરીમાં કરોડોનો માલ લૂંટ્નાર નર્સની થઇ ધરપકડ
હાલ તો કોઈ મામુલી કોઈ સાધારણ વ્યક્તિના ઘરે ચોરી થાય તો કોઈ મોટી વાત નથી પણ આવી ચોરી કોઈ મોટી હસતી કે બિજનેસમેન કે અભિનેતા કે અભિનેત્રી ના ઘરે થઇ હોય તો બહુ મોટી વાત છે. બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના સાસરીમાં થયેલી ચોરીની ગુથ્થી ઉકેલાઈ ગઈ છે. ગત દિવસોમાં અહેવાલ સામે આવ્યા હતા કે અભિનેત્રીના દિલ્હીવાળા ઘરમાં ૨.૪ કરોડ રૂપિયાની રોકડ અને ઘરેણાની ચોરી થઈ હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. હવે આ ચોર પોલીસની કસ્ટડીમાં આવી ચૂક્યો છે. આ ચોરી એક નર્સના પતિએ ફેબ્રુઆરીમાં કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ નર્સને સોનમ કપૂરની સાસુની સાર સંભાળ રાખવા માટે રાખવામાં આવી હતી. પોલીસે બુધવારે જણાવ્યું છે કે, અપર્ણા રૂથ વિલ્સન સોનમ કપૂરની સાસુની દેખભાળ કરતી હતી અને તેનો પતિ નરેશ કુમાર સાગર, શકરપુરમાં એક ખાનગી ફર્મમાં એકાઉન્ટર છે.
પોલીસે જણાવ્યું છે કે ચોરી ૧૧ ફેબ્રુઆરીએ થઈ હતી અને ૨૩ ફેબ્રુઆરીએ તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, ફરિયાદકર્તા સોનમ કપૂર અને તેનો પતિ આનંદ આહૂજાના ઘરનો મેનેજર હતો. આ ઘરમાં કુલ ૨૦થી વધુ લોકો કામ કરે છે. સોનમ અને તેના પતિના મેનેજરે ફરિયાદ કરી હતી કે, તેમના ઘરમાંથી ૨.૪ કરોડ રૂપિયામાં અમુક રોકડ અને ઘરેણાની ચોરી થઈ ગઈ છે. પોલીસ ઈન્સેક્ટરે જણાવ્યું હતું કે, દંપતિની ચોરી વિશે ૧૧ ફેબ્રુઆરીએ ખબર પડી હતી, પરંતુ તેમણે ૨૩ ફેબ્રુઆરીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. એક સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે દિલ્હી પોલીસની અપરાધ શાખાએ નવી દિલ્હી જિલ્લાની સ્પેશિયલ સ્ટાફ બ્રાંચની એક ટીમની સાથે મંગળવાર રાત્રે સરિતા વિહારમાં છાપેમારી કરી. તેમણે નર્સ વિલ્સન અને તેના પતિ બન્ને જણાંની ધરપકડ કરી લીધી. બન્ને જણાંની ઉંમર ૩૧ વર્ષની છે. સૂત્રોએ જણાવ્યું કે ચોરીના ઘરેણા અને રોકડ હજુ સુધી મળી શક્યા નથી.
Recent Comments