fbpx
બોલિવૂડ

સોનમ કપૂરે કોવિડ-૧૯ રસીને લઇ પ્રશ્ન કરતા ટિ્‌વટર પર થઇ ટ્રોલ

બોલિવુડ અભિનેત્રી સોનમ કપૂર સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે અને પોતાના વિચારો મૂકે છે. કેટલીય વખત અભિનેત્રીને ટ્રોલનો પણ સામનો કરવો પડ્યો છે. આ વખતે આવું જ કંઇક થયું છે. સોનમ કપૂર એ તાજેતરમાં કોવિડ-૧૯ રસીને લઇ એક એવો પ્રશ્ન કર્યો કે ત્યારબાદ તે ટિ્‌વટર પર ટ્રોલ થવા લાગી. વાત એમ છે કે સોનમ કપૂરે પોતાની ટ્‌વીટમાં એ પૂછયું કે ભારતમાં આપણા ગ્રાન્ડપેરેન્ટસ અને પેરેન્ટસ કયારે અને કેવી રીતે રસી લઇ શકે છે. સોનમ કપૂરની આ ટ્‌વીટ પર યુઝર્સ ખૂબ રિએકશન આપી રહ્યા છે.

સોનમ કપૂરે લખ્યું કે શું કોઇ મને કહેશે કે આપણા ગ્રાન્ડપેરેન્ટસ અને પેરેન્ટસ ભારતમાં કેવી રીતે રસી મૂકાવી શકે છે અને આ કયારે ઉપલબ્ધ છે? હું ખૂબ જ કન્ફ્યુઝ છું? દરેક લોકો પાસેથી અલગ-અલગ જાણવા મળી રહ્યું છે. હું ખરેખર તેમના માટે આ ઇચ્છું છું. સોનમ કપૂરની આ ટ્‌વીટ પર કેટલાંક લોકોએ તેને ટ્રોલ કરતાં સરકારી સાઇટ ચેક કરવાનું અને સાથો સાથ ન્યૂઝ જાેવાની સલાહ આપી દીધી છે. આપને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કોવિડ-૧૯ રસીકરણના આગળના તબક્કાના અભિયાનને લઇ ર્નિણય કરાયો.

બેઠક બાદ સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે સંવાદદાતાઓને કહ્યું કે મંત્રીમંડળની બેઠકમાં એ ર્નિણય લેવાયો છે કે ૬૦ વર્ષથી ઓછી ઉંમરના લોકો તથા કોઇ બીજી બીમારીથી પીડાતા ૪૫ વર્ષથી ઓછી ઉંમરના લોકોને કોરોના વાયરસની રસી પહેલી માર્ચથી અપાશે. તેમણે કહ્યું કે આ શ્રેણીમાં ૧૦ હજાર સરકારી કેન્દ્રો પર મફત રસી અપાશે. તેમણે કહ્યું કે ૨૦ હજાર ખાનગી ક્લિનિક્સ કે કેન્દ્રો પર રસી મૂકાવનારને ફી આપવી પડશે.

Follow Me:

Related Posts