બોલિવૂડ

સોનમ કપૂર વિવાદમાં ફસાયીઃ અભિનેત્રી ‘લંડનની આઝાદી મને ગમે છે’ નિવેદન પર થઇ ટ્રોલ

બોલીવુડ અભિનેત્રી અને અનીલ કપૂરની પુત્રી સોનમ કપૂર ફરી એકવાર વિવાદમાં ફસાતી જાેવા મળી રહી છે. જી હા સોનમના એક નિવેદનને કારણે તે ફરી ચર્ચામાં આવી છે. એટલું જ નહીં તે ફરી એક વાર ટ્રોલરોના નિશાના પર આવી ગઈ છે. વાત જાણે એમ છે કે તાજેતરના એક ઈન્ટરવ્યૂ દરમિયાન સોનમે લંડનમાં પોતાના જીવન વિશે વાત કરી.

સોનમે કહ્યું, લંડનમાં તે પોતાની આઝાદી માણી રહી છે. ફ્રીડમને એન્જાેય કરી રહી છે. તેણે કહ્યું, તે ત્યાં જાતે જમવાનું બનાવે છે. જાતે ઘર સાફ કરે છે. જાે કે સો.મીડીયાના ટ્રોલર્સે આ વાતને અલગ અર્થમાં લેતા તેની મશ્કરી કરવાનું શરુ કરી દીધું છે.

આ નિવેદનને લઈને હવે સો.મીડીયાના કીબોર્ડ વોરીયર્સ સોનમ પર તૂટી પડ્યા છે. આ બાબતે એક યુઝરે સોનમ પર વ્યક્તિગત પ્રાહાર કરતા લખ્યું, ‘એક વાર ફરી સાબિત કરી દીધું કે આ મુર્ખ છે. શું સાફ સફાઈ કરનારા અને નોકર તેના ઘરમાં જબરદસ્તીથી ઘુસ્યા હતા? બોલવાની આઝાદી છે તો કંઈ પણ બોલી દો. બોલીવુડના વિભીષણ.’

એક યુઝરે આ વાત પર રિએક્શન આપ્યું, ‘ભારતમાં કોઈ આઝાદ નથી. સફાઈકામ કરનાર અને રસોઈયા જબરદસ્તીથી તમારા ઘરમાં ઘુસી જાય છે અને તમને કામ નથી કરવા દેતા. ઈંસોનમકપૂર.’ હદ તો ત્યારે થઇ ગઈ જ્યારે એક યુઝરે લખ્યું, ‘હું એક પિટીશનની શરૂઆત કરી રહ્યો છું. જે જબરદસ્તીથી તમારા ઘરમાં મદદ કરનારા લોકોને તમારી આઝાદી છીનવતા રોકશે.

Related Posts