fbpx
ગુજરાત

સોનામાં આવેલી તેજીએ ખરીદારોને વિચારવા મજબૂર કરી દીધામંગળવારે ૨૪ કેરેટ સોનું ૬૧૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની રેન્જમાં પહોંચી ગયું

તહેવારોની સીઝન પુરી થયા બાદ બજારમાં તેજી યથાવત છે. હવે લગ્નની સીઝન આવી રહી છે ત્યારે લોકો ખરીદી કરવા વિચારી રહ્યા છે પણ સામે સોનામાં આવેલી તેજીએ ખરીદારોને વિચારવા મજબૂર કરી દીધા છે. સુરતમાં ૧૫ જાન્યુઆરીથી લગ્નની સીઝન શરુ થઇ રહી છે. મોટી સંખ્યામાં લગ્ન સમારંભ યોજવા જઈ રહ્યા છે. ભારતમાં લગ્નમાં સોનુ ભેટ આપવાની ખુબ જૂની પરંપરા છે. મંગળવારે સોનુ અને ચાંદી ૫૦૦ રૂપિયા કરતા વધુ ઉછળ્યા હતા. વધતી કિંમતો સામે શું કરવું તે પ્રશ્ન ઉભો થયો છે. લગ્નની મોસમ વચ્ચે બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવ ઝડપથી વધવા લાગ્યા છે.

આજે એટલે કે મંગળવારે ૨૪ કેરેટ સોનું ૬૧૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની રેન્જમાં પહોંચી ગયું હતું. સોમવારના બંધ ભાવની સરખામણીમાં તે ઘણું મોંઘુ થયું છે. જ્યારે ચાંદી ૬૦૦ રૂપિયા વધીને ૭૩૨૫૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઇ હતી. સોનું હવે રૂપિયા ૬૧૭૩૯ના સર્વોચ્ચ સ્તરેથી માત્ર થોડું સસ્તું છે. જ્યારે ૫ મેના ઉપલા દરની સરખામણીમાં ચાંદી લગભગ ૩૦૦૦ રૂપિયા સસ્તી છે. આ દર ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (ૈંમ્ત્નછ) દ્વારા ઈશ્યુ કરવામાં આવે છે. સોના અને ચાંદીના આ દર પર ય્જી્‌ અને જ્વેલરી મેકિંગ ચાર્જ લાગુ પડતો નથી. શક્ય છે

કે તમારા શહેરમાં સોનું અને ચાંદી ૧૦૦૦ થી ૨૦૦૦ રૂપિયા મોંઘા મળી શકે છે. ૈંમ્ત્નછ અનુસાર, હવે સોનાની કિંમત ૯૯૫ એટલે કે ૨૩ કેરેટ સોનાની કિંમત ૬૧૧૦૬ રૂપિયા થઈ ગઈ છે. તેના પર ૧૮૩૩ રૂપિયાનો ય્જી્‌ વસૂલવામાં આવશે. જીએસટી સાથે તેની કિંમત હવે ૬૨૯૩૯ રૂપિયા થઈ ગઈ છે. ૨૨ કેરેટ સોનાની કિંમત આજે ૫૬૧૯૮ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના દરે ખુલી છે. ત્રણ ટકા ય્જી્‌ એટલે કે ૧૬૮૫ રૂપિયા ઉમેર્યા બાદ તેની કિંમત ૫૭૮૮૩ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગઈ છે. ૧૮ કેરેટ સોનાની વાત કરીએ તો આજે તે ૪૬૦૧૪ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ખુલ્યો છે. આના પર ૧૩૮૦ રૂપિયાનો ય્જી્‌ વસૂલવામાં આવશે, ત્યારપછી તમારે ૪૭૩૯૪ રૂપિયા ખર્ચ થશે. ૧૪ કેરેટ સોનું હવે ૩૫૮૯૧ રૂપિયા પર પહોંચી ગયું છે. તેના પર ૧૦૭૬ રૂપિયાનો ય્જી્‌ વસૂલવામાં આવશે. તેના ઉમેરા બાદ તેની કિંમત ૩૬૯૬૭ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થશે. તે જ સમયે, ચાંદી પર જીએસટી હવે ૨૧૯૧ રૂપિયા થશે. જીએસટી સહિત ચાંદીની કિંમત હવે ૭૫૨૩૧ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. આના પર જ્વેલરી મેકિંગ ચાર્જ અને જ્વેલર્સનો નફો હજુ ઉમેરવામાં આવ્યો નથી.

Follow Me:

Related Posts